હિમાચલ પ્રદેશ: પીએમએ કહ્યું કૉંગ્રેસ ઉધઈ જેવી, જડ-મૂળથી ઉખેડ્યા વિના હિમાચલનો વિકાસ સંભવ નહીં
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીના વિચારો સડેલા છે અને આવનાર પેઢીમાં આ જ વિચારો આગળ જશે. કૉંગ્રેસને જ્યાં સુધી સજા ન આપવામાં આવે ત્યાં સુધી નહીં સુધરે. પીએમએ કહ્યું કૉંગ્રેસ પાર્ટીમાં ઊધઈ લાગેલી છે જેને મૂળીયામાંથી સાફ કર્યા વગર હિમાચલનો વિકાસ સંભવ નથી. તેમણે કહ્યું હિમાચલને બિમારીઓથી દૂર કરવા માટે કૉંગ્રેસરૂપી ઊધઈ હિમાચલની જડ મૂળ માંથી ઉખાડી ફેકવાની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતા પાસે વોટની અપીલ કરવા ફરી એકવાર હિમાચલ પહોંચ્યા છે. કાંગડામાં રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું, હિમાચલમાં કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી, તેમણે પહેલાથીજ મેદાન છોડી દીધું છે.
જનસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આખી દુનિયામાં ભારતની જય જયકાર થઈ રહી છે. તેનું કારણ મોદી નહીં પણ સવા સૌ કરોડ હિન્દુસ્તાની છે. એજ હિદુસ્તાનીઓએ 30 વર્ષ બાદ ભારતમાં પૂર્ણ બહુમત વાળી સરકારને વિજય અપાવ્યો. પીએમ મોદીએ કહ્યું જો દેશમાં હિમાચલનું ગુણગાન કરાવવું હોય તો ભાજપને બહુમતીથી વિજય બનાવો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -