PM મોદીના સ્વાગત માટે ઉમટી પડી હતી જનમેદની, જુઓ તસવીરો
વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે લોકો પોતાના ઘરની છત પર ચઢી ગયા હતા. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું હતું.
બીએચયુ ગેટ બહાર તમામ લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતુ. મોદી શુક્રવારે ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
વડાપ્રધાન મોદીએ કાશી હિંદુ યુનિવર્સિટીની બહાર મહામના મદન મોહન માલવીયની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું અને ત્યારબાદ મેગા રોડ શો શરૂ કર્યો હતો.
વારાણસીઃ વડાપ્રધાન મોદીએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી ઉતારી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોડાયા હતા. આ અગાઉ વડાપ્રધાન મોદીએ પોતાના મતક્ષેત્ર વારાણસીમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાન મોદી બીજી વાર વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.