મોદીએ મિઝોરમમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન,રાજ્યના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું લક્ષ્ય
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમે નોર્થ-ઇસ્ટમાં અમે હાઇવે અને રોડ નેટવર્ક સ્થાપીશું. ફૂટબોલનો સોફ્ટ પાવર મિઝોરમની વૈશ્વિક ઓળખ બની શકે છે તેમ પણ મોદીએ જણાવ્યું હતું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, સ્વતંત્રતાના 70 વર્ષ બાદ પણ દેશના 4 કરોડ ઘરોમાં વીજળી કનેકશન નથી. અટલ બિહારી વાજપેયીએ આ યોજનાની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં તેમાં વિલંબ થયો. પરંતુ હવે તે પૂરો થવો અમારી કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મિઝોરમના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે.
મિઝોરમઃ હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ હવે ભાજપની નજર પૂર્વોત્તર રાજ્યો પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી અભિયાનની શરૂઆત માટે મિઝોરમ પહોંચી ગયા છે. પીએમ બન્યાં બાદ પ્રથમ વખત મિઝોરમ આવેલા મોદીએ તુઈરિલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ સભાને સંબોધતા તેમણે કહ્યું કે, મિઝોરમમાં કાર્યરત થઈ રહી હોય તેવી કેન્દ્ર સરકારની આ પ્રથમ મોટી યોજના છે. અટલ બિહારી વાજપેયીએ નોર્થ-ઇસ્ટના વિકાસ માટે કામ કર્યું. અમે તેમના વિઝનને વધુ આગળ લઈ જવા માગીએ છીએ.