પરીક્ષા પે ચર્ચાઃ મા-બાપે પોતાની અધૂરી ઇચ્છાઓ બાળકો પર ના ઠોકી બેસાડવી જોઇએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સવાલના જવાબમાં પીએમ મોદીએ બાળકોને કહ્યું કે ક્લાસ કે બોર્ડની પરીક્ષા એ છેલ્લી પરીક્ષા, એટલે કે જિંદગીની પરીક્ષા નથી. એવું નથી કે 10માંથી કંઇ થઇ ગયુ તો કંઇ નહીં થાય, પરીક્ષા ગલીઓમાં જિંદગી નથી હોતી પરંતુ તેનાથી આગળ પણ જિંદગી હોય છે.
ગયા વર્ષે પણ મોદીએ પરીક્ષા પે ચર્ચા કરી હતી, આ વખતની ચર્ચા પરીક્ષા પે ચર્ચા 2.0 હતી. આમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા વાળા વિદ્યાર્થીઓ 9થી 12માં ધોરણના હતા, વળી કેટલાક કૉલેજના પણ સામેલ થયા હતા.
વડાપ્રધાને એક કવિતા યાદ કરતાં કહ્યું કે, થોડાક રમકડાં તુટી જવાથી બાળપણ નથી મરી જતુ, એવી જ રીતે એક પરીક્ષામાં પ્રૉબ્લમ આવે તો બધુ ખરાબ નથી થઇ જતુ. પણ હંમેશા જીવનની કસોટી મહત્વની હોય છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા માટે સંવાદ કર્યો. તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં પીએમે વિદ્યાર્થીઓને કહ્યું કે કેટલીક ક્ષણો બાળકોની જેમ જીવવી જોઇએ, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે માબાપ અને શિક્ષકો પણ સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -