✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જ્યારે એક ટ્વિટર યૂઝરે PM મોદીને વધુ સ્મિત કરવા કહ્યું, વડાપ્રધાને આપ્યો આ જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jul 2018 08:45 PM (IST)
જ્યારે એક ટ્વિટર યૂઝરે PM મોદીને વધુ સ્મિત કરવા કહ્યું, વડાપ્રધાને આપ્યો આ જવાબ
1

અનુભવ ત્રિવેદી નામના યુઝરે સંસદના પીએમ મોદીના ભાષણ વિશે લખ્યું કે ભાષણ દરમિયાન તેમને તેમના દાદાજીની યાદ આવી ગઇ, જ્યારે હું મારા દાદા સાથે મળીને તમારા ભાષણ સાંભળતા હતા. તેમનું 16 જુલાઈના રોજ અવસાન થઇ ગયું. 'મારા દાદાજી ખરેખર તમારી તમને અને તમારા ભાષણોને ખૂબ પસંદ કરતા હતા.'

2

જ્યારે ગણેશ શંકરે પીએમની શાંહજહાંપુરની રેલી વિશે લખ્યું, 'મેં વડાપ્રધાનને સંસદમાં મોડી રાત સુધી ચર્ચા કરતા જોયા, આજે જ્યારે મે ટીવી ચાલુ કર્યું તો પીએમ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ખેડૂતોને સંબોધિત કરતા જોયા. 60-70ની ઉંમરના દાયકામાં પણ તેઓ થાકતા નથી. તેના પર વડાપ્રધાને ટ્વિટ કર્યું, 'સવા સો કરોડ ભારતીયોના આશીર્વાદ મારી શક્તિ છે. મારો સંપૂર્ણ સમય રાષ્ટ્ર માટે છે.'

3

શિલ્પી અગ્રવાલ નામના યૂઝરે સંસદમાં પીએમ મોદીના ભાષણ વિશે ટ્વિટ કરી કે, 'ફક્ત એક વાત છે મોદીજી, તમારે વધુ મુસ્કુરાવું જોઇએ, બાકી બધું મસ્ત છે.' તેના પર પીએમએ કહ્યું, 'આ પોઇન્ટ નોંધી લેવામાં આવ્યો છે.'

4

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રી મોદી સોશિયલ મીડિયા પર ઘણા સક્રીય રહે છે. ટ્વિટર પર ફોલોવર્સના મામલે દુનિયામાં સક્રીય નેતાઓની યાદીમાં ડોનાલ્ડ ટ્રંપ અને પોપ ફ્રાન્સિસ બાદ તેમનો નંબર આવે છે. પીએમ મોદી ફેસબુક અને ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા પર પણ પોતાના ફેન ફોલોઈન્ગ સાથે જોડાયેલા રહે છે. જ્યારે ટ્વિટર પર વાતચીત કરવા માટે પીએમ મોદીએ એકવાર ફરી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને સામાન્ય લોકોને રસપ્રદ જવાબ આપ્યા હતા.

5

અનંત સુબ્રમણ્ય નામના એક યૂઝરે પીએમને ટ્વિટ કરીને પોતાની દીકરીનો એક નિબંધ મોકલ્યો. આ નિબંધ તેમની દીકરીએ સ્કૂલના મેગેઝિન માટે વિષય 'સ્વચ્છ ભારત' વિષય લખ્યો હતો અને તેના પર જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું 'આ વાંચીને ખુશી થઇ. કૃપયા મારા તરફથી દીકરીને અભિનંદન આપજો. સ્વચ્છતાને લઈને યુવાઓમાં આટલી ઉચ્ચ સ્તરની જાગૃતતા અને ઝનૂન જોઈને સારુ લાગ્યું.

6

તેમના ટ્વિટ પર પીએમ મોદીએ કમેન્ટ કરી કે, 'તમારા દાદાજી વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તમારી સાથે છે.'

  • હોમ
  • India-news
  • દેશ
  • જ્યારે એક ટ્વિટર યૂઝરે PM મોદીને વધુ સ્મિત કરવા કહ્યું, વડાપ્રધાને આપ્યો આ જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.