PM મોદી આજે ઓડિશા અને છત્તીસગઢમાં અનેક પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ
પીએમ મોદી બપોરે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં પરંપરાગત હેન્ડલૂમ અને કૃષિ પર એક પ્રદર્શન જોવા જશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ અને પેંડ્રા-અનુપપુર ત્રીજી રેલ લાઈનનો શિલાન્યાસ કરશે.
પીએમ મોદી એક એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે ઝારસુગુડા જશે. નિવેદનમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી ગર્જનબહલ કોલસા ખાણો અને ઝારસુગુડા-બારાપલી-સરદેગા રેલ સંપર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે છત્તીસગઢ અને ઓડિશાની મુલાકાત લેશે. જ્યાં તેઓ અનેક નવા પ્રોજેક્ટનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી તેમના આ પ્રવાસ અંગે જાણકારી આપવામાં આવી હતી. પીએમઓ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પીએમ મોદી ઓડિશામાં તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુર્નઉદ્ધાર કાર્ય શરૂ થવાના અવસરે તક્તિનું અનાવરણ કરશે. આ કોલસા ગેસથી ચાલનારૂ ભારતનો પ્રથમ હેલો ફર્ટિલાઈઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત તે પ્લાન્ટ પ્રાકૃતિક ગેસનું પણ ઉત્પાદન કરશે જે દેશની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવામાં યોગદાન આપશે.