વારણસીના રસ્તાઓ પર લાગ્યા PM મોદી ગુમ થયાના પોસ્ટર
અગાઉ પણ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં લાપતાના પોસ્ટર લાગ્યા હતા. આ ઘટના બાદ ભાજપ અને આરએસએસને આક્ષેપ કર્યા હતા.
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીના રસ્તા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુમ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પીએમ મોદી વારાણસી સંસદીય શ્રેત્રના સાંસદ છે. દિવાલ પર લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, લાપતા વારાણસી સાસંદ. સાથે પીએમ મોદીની તસ્વીર લગાવેલી છે. તેમાં પીએમ મોદીને સંબોધન કરતો નારો લખવામાં આવ્યો છે. ‘જાને વહ કૌન સા દેશ જહાં તુમ ચલે ગયે.’ જો કે આ પોસ્ટર લગાવનારનું નામ લખવામાં આવ્યું નથી.
પોસ્ટર નીચે લખ્યું છે કે, લાચાર, મજબુર અને હતાશ કાશીવાસી. ત્યાં વારાણસીમાં પીએમ મોદીના ગુમ થયાના પોસ્ટર લગાવ્યાની સુચના મળતા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ. પોલીસે તરત જ મોડી રાતે આ પોસ્ટર હટાવી દીધા હતા. હાલમાં પોસ્ટર લગાનારની કોઈ જ જાણકારી નથી. આ પોસ્ટરમાં એ પણ લખવામાં આવ્યુ છે કે, મોદીની ખબર ના મળે તો મજબૂરીમાં ગુમ થયાની રિપોર્ટ દાખલ કરવા કાશીવાસીઓને મજબૂર થશે.