‘નમો એપ’ નક્કી કરશે 2019માં સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય, PM મોદીએ જનતા પાસે માંગ્યો પ્રતિભાવ
2019ની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે જનતા પાસેથી પોતના સાંસદ અને ધારાસભ્યના રિપોર્ટ કાર્ડ માંગ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે જનતાની કસોટીમાં જે ખરું ઉતરશે તેને 2019માં ફરી તક આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનમો એપમાં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે, 1) તમે તમારા સાંસદ અને ધારાસભ્યોના કામકાજથી કેટલા ખૂશ છો? 2) તમારા રાજ્ય અને વિસ્તારમાં ત્રણ સૌથી લોકપ્રિય ભાજપના નેતા કોણ છે? 3) કેન્દ્ર સરકાર અને જે રાજ્યમાં ભાજપ શાસિત સરકાર છે, ત્યાં ત્રણ પોલિસી જે તમારા વિસ્તારમાં સૌથી વધારે ચાલી. 4) શું તમને લાગે છે કે સરકાર ઝડપી કામકાજ કરી રહી છે?
માનવામાં આવી રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં પીએમ મોદીના આ સર્વેની મોટી ભૂમિકા રહેશે. પીએમ મોદીએ સરકારી યોજનાઓ અને કાર્યપ્રણાલી પર પણ જનતા પાસે સૂચનો મંગ્યા છે. આ અગાઉ 26 મે ના રોજ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર જનતા પાસે સરકારના કામકાજની રેટિંગ પ્રમાણે ફિડબેક લીધો હતો.
જનતા પોતાના ધારાસભ્ય અને સાંસદોના કામકાજ અંગે સીધો પ્રતિભાવ પીએમ મોદીને આપી શકશે. સાથે પીએમ મોદીએ રાજ્ય અને લોકસભા-વિધાનસભામાં સૌથી લોકપ્રિય ભાજપના નેતાની પણ જાણકારી માંગી છે.
નવી દિલ્હી: પોતાના વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોના કામકાજ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જનતા પાસે સીધો પ્રતિભાવ લેશે. આ પ્રતિભાવના આધાર પર હવે સાંસદો અને ધારાસભ્યનું ભવિષ્ય નક્કી થશે. પીએમ મોદી સાંસદ-ધારાસભ્ય અને પોતાની સરકારાના કામકાજનું પોતે નિરીક્ષણ કરી રહ્યાં છે. નમો એપ દ્વારા પીએમ મોદીએ વિધાનસભા વિસ્તાર પ્રમાણે લોકો પાસે ફિડબેક માંગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -