અર્થતંત્રને સુધારવા PM મોદીને જોઈએ 3.6 લાખ કરોડ: રાહુલ ગાંધી
કૉંગ્રેસ અધ્યક્ષે મીડિયામાં પ્રકાશિત અહેવાલને પોસ્ટ કરી તેની સાથે ટ્વિટ કર્યું કે, “3.6 લાખ કરોડ રૂપિયા વડાપ્રધાનના જીનિયસ આર્થિક સિદ્ધાંતોના કારણે થયેલી ગડબડીઓને દુર કરવા માટે રિઝર્વ બેન્ક પાસેથી જોઈએ છે. મિસ્ટર પટેલ તેમની સામે ઊભા રહો, દેશની રક્ષા કરો. ”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ગવર્નર વચ્ચે વિવાદનું મુખ્ય કારણ રિઝર્વ બેંકમાં રહેલા 9.60 લાખ કરોડ રૂપિયાની રકમ છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આટલી મોટી રકમ રિઝર્વ બેંકમાં જમા રહેવાનો કોઈ અર્થ નથી. સરકારના મત પ્રમાણે હાલની સ્થિતિમાં આટલી રકમ રિઝર્વ રાખવાનો કોઈ મતલબ નથી. કેન્દ્રીય બેંકના ખજાનામાંથી એક તૃતીયાંશ રકમ કાઢીને દેશની સરકારી બેંકોમાં ઠાલવી નવી ઊર્જાનો સંચાર કરી શકાય છે. કેન્દ્રીય બેંક સરકારના આ પ્રસ્તાવને તેમની સ્વતંત્રતા પર હુમલો માની રહી છે.રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર પોતની દાદાગીરીની નીતિથી સંસ્થાઓને બર્બાદ કરી છે.
રાહુલ ગાંધીનું આ ટ્વિટ નાણાં મંત્રાલયના કેન્દ્રિય બેન્કને 3.6 લાખ કરોડ રૂપિયાની રકમ (સરપ્લસ અમાઉન્ટ)ને ટ્રાન્સફર કરવાને લઈને મોકલવામાં આવેલા પ્રસ્તાવના સંદર્ભમાં આવ્યું છે. આ રકમ રિઝર્વ બેન્કની કુલ જમા રાશિ 9.59 લાખ કરોડ રૂપિયાની એક તૃતીયાંશ કરતા પણ વધારે છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈને સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ મંગળવારે નાણામંત્રાલય દ્વારા આરબીઆઈને મોકલેલા પ્રસ્તાવ પર કટાક્ષ કરતું ટ્વિટ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -