‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર PM મોદીનો સણસણતો જવાબ કહ્યું- જૂઠ માટે બેશરમીનો લીધો સહારો
વડાપ્રધાને કહ્યું કે, ‘સરદાર પટેલ પર તેઓને એટલી બધી નફરત છે કે હવે સ્ટેચ્યૂ પર પણ ગાળાગાળી કરી રહ્યા છે. તેમણે જણાવી દીધું કે મેડ ઈન ચાઈના છે અને તેની તુલના મેડ ઇન ચાઈના જૂતાં સાથે કરી દીધી.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં એક સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘દેશમાં બેરોજગારી વધી રહી છે. મોદીજી વાતો ‘મેડ ઈન ઇન્ડિયાની’ કરે છે. પરંતુ સરદાર પટેલની પ્રતિમાં ચીનના લોકો બનાવી રહ્યા છે. રોજગાર ચીનના યુવાઓને મળી રહ્યો છે. ભારતના યુવાનો બેરોજગાર છે.’
નવી દિલ્હી: ગુજરાતમાં બની રહેલી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી ‘મેડ ઈન ચાઈના’પર વડાપ્રધાન મોદીએ આજે સણસણતો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું રાહુલે પોતાના જૂઠ માટે બેશરમીનો સહારો લીધો. સરદાર સાહેબનું સન્માન કૉંગ્રેસથી સહન નથી થતું.
પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા બિલાસપુર, વસ્તી, ચિત્તોડગઢ, ધનબાદ અને મંદસોરના બૂથ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન રાહુલની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે, કૉંગ્રેસ પોતાના જૂઠને ચલાવવા માટે બેશર્મીનો સહારો લઈ રહી છે. કૉંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારેય યાદ નથી કર્યા અને આજે જ્યારે દેશ સરદાર સાહેબનું સન્માન કરી રહ્યો છે ત્યારે કૉંગ્રેસને આ વાત હજમ નથી થતી.
જણાવી દઈએ કે, વડપ્રાધન નરેન્દ્ર મોદી સરદાર પટેલના જન્મ જયંતી દિવસે 31 ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નું લોકાર્પણ કરવાના છે. જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (182 મીટર) હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -