..જ્યારે વડાપ્રધાન મોદીએ વૃંદાવનમાં પોતાના હાથે બાળકોને પીરસ્યું ભોજન
નોંધનીય છે કે અક્ષય પાત્ર એક બિન-લાભકારી સંસ્થા છે જે સ્કૂલના ગરીબ બાળકોને મિડ-ડે મીલ ઉપલબ્ધ કરાવે છે. સોમવારે ફાઉન્ડેશનના 3 અબજ થાળી સુધી પહોંચવાના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બાળકોને જમવાનુ પીરસ્યું હતું.
વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, જે દાન કર્તવ્ય સમજીને કોઇ પણ પ્રકારની ઉપકારની ભાવનાથી, યોગ્ય સ્થાનથી, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. મોદીએ શક્તિશાળી ભારતની ઇમારત માટે પોષિત અને સ્વસ્થ બાળપણના પાયાને યોગ્ય જરૂરી ગણાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકાર બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક આહાર સુનિશ્વિત કરી રહી છે. આ કાર્યક્રમમા મોદી સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઇક પણ હાજર રહ્યા હતા.
અક્ષયપાત્રને દુનિયાનું સૌથી મોટું રસોઇઘર તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક કલાકમાં હજારો રોટલીઓ અને ટન શાકભાજી અને ચોખા તૈયાર કરવામાં આવે છે અને બાદમાં તેને સરકારી સ્કૂલો અને સરકારી સહાયતા ધરાવતી સ્કૂલોના બાળકોને મોકલવામાં આવે છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ગરીબ અને વંચિત સમાજના બાળકોને પોતાના હાથે જમવાનું પિરસ્યું હતું. વડાપ્રધાન મોદી વૃંદાવનમાં આયોજીત અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.