PM મોદીએ ફરી એકવાર કરી દિલ્હી મેટ્રોમાં મુસાફરી, લોકોએ લીધી સેલ્ફી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમઓએ આ સંબંધિત કેટલીક તસ્વીરો પણ સોશલ મીડિયા પર શેર કરી છે.
PM મોદીએ IICC સેન્ટરની આધારશિલા રાખતાં કહ્યું કે, આ પ્રોજેક્ટ 26000 કરોડનો છે અને તે 80 કરોડ યુવકોના એટીટ્યૂડ અને ઉર્જાનું કેન્દ્ર બનશે. આ માત્ર કન્વેશન અને એક્સ્પો સેન્ટર નહીં પરંતુ દેશી અને વિદેશી વેપારનું વાઈબ્રન્ટ સેન્ટર હશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આ દિલ્હીની અંદર એક નાના શહેર જેવું હશે. એક કેમ્પસમાં એક જ કન્વેન્શન હોલ, એક્સ્પો હોલ, મીટિંગ હોલ, હોટલ, માર્કેટ, ઓફિસ તેમજ અન્ય સુવિધાઓ પણ હશે.
પીએમઓએ આ સંબંધિત કેટલીક તસ્વીરો પણ સોશલ મીડિયા પર શેર કરી છે.
IICCની આ સ્થાપના દ્વારકાના સેક્ટર 25માં રાખવામાં આવી. PM મોદી જે IICC સેન્ટરની આધારશિલા રાખવા પહોંચ્યા તે 11 હજાર લોકોની ક્ષમતાવાળું છે. જે દ્વારકાના સેકટર 25માં સ્થિત છે. મેટ્રોમાં વડાપ્રધાને સામાન્ય લોકો સાથે મુસાફરી કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે , વડાપ્રધાનને ટ્રેનમાં જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સમગ્ર યાત્રા દરમિયાન લોકો પીએમની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં. તેમજ કેટલાંક લોકોએ વડાપ્રધાન સાથે હાથ પણ મિલાવ્યાં.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઈન્ટરનવેશનલ કન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટરની આધારશિલા રાખવા માટે દિલ્હી મેટ્રોની સવારી કરી હતી. વડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોમાં મુસાફરી કરી હતી. સમગ્ર રસ્તે લોકો સેલ્ફી લેતાં જોવા મળ્યા હતા.
દિલ્હી મેટ્રો રેલ નિગમ(ડીએમઆરસી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વડપ્રધાનએ દિલ્હી મેટ્રોમાં યાત્રા કરી, તેઓએ બપોરે ત્રણ વાગ્યાને 13 મીનીટે ધોલાકુઆ મેટ્રો સ્ટેશનથી દ્વારકાના સેક્ટર 21 મેટ્રો સ્ટેશન સુધી યાત્રા કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -