PM મોદી આજે સુપ્રીમ કોર્ટના પરિસરમાં દાખલ થનાર પ્રથમ વડાપ્રધાન બનશે, મુખ્ય જજોની પરિષદને સંબોધશે
નવી દિલ્હી: આઝાદ ભારતાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના પરિસરમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુપ્રીમ કોર્ટ પરિસરમાં આયોજીત મુખ્ય ન્યાયાધિશોની પરિષદને સંબોધિત કરશે. આ કોન્ફ્રેન્સમાં બંગાળની ખાડી દેશોના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો ભાગ લેશે. જો કે મૂળ કાર્યક્રમમાં પહેલા પીએમ મોદીના સામેલ થવાનું આયોજન નહોતું,પરંતુ શનિવારે ફેરફાર કરવામાં આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અગાઉ પણ બિમ્સટેક દેશોની ન્યાયપાલિકા પ્રમુખોની બેઠકમાં મેજબાની કરી ચૂક્યું છે, પરંતુ આ પહેલો અવસર હશે, જ્યાં વડાપ્રધાન આ પરિષદમાં ભાગ લેશે. મુખ્ય ન્યાયાધીશની કોન્ફરન્સ એક દિવસીય છે. બિમ્સટેકમાં ભારત સિવાય નેપાળ, થાઇલેન્ડ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભૂટાનનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં ફેરફાર બાદ વડાપ્રધાનની સુરક્ષા કરતા જવાનોને શનિવારે બપોર સુધી સુપ્રીમ કોર્ટ પરિસરની સુરક્ષા પોતાના હાથોમાં લઇ લીધી અને દિલ્હી પોલીસને બહાર તૈનાત કરવામાં આવી હતી. રૂટિન સુરક્ષા ડ્રીલ પછી એસપીજીએ આખું પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -