પીએમ નરેન્દ્ર મોદી 8 માર્ચે ગુજરાતમાં, જાણો શું છે કાર્યક્રમ
આ પ્રસંગે તોમરે ગ્રામીણ ભારતમાં સ્વચ્છ ભારત અભિયાનના અમલીકરણમાં અને સ્વચ્છતાને જન આંદોલન બનાવવા મહિલાઓના નેતૃત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે આગામી અઠવાડિયામાં રાષ્ટ્રીય સ્તરે મહિલા ચેમ્પિન્યન્સ, મહિલા સરપંચો, આશા વર્કર્સ, શાળાના શિક્ષકો, યુવાન વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમ યોજાશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સ્વચ્છ શક્તિ 2017 નામની મેગા-ઇવેન્ટ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6000 મહિલા સરપંચોને સંબોધશે અને સ્વચ્છ ભારતમાં તેમના પ્રદાન બદલ તેમનું સન્માન કરશે. દેશમાં ઓડીએફ (ઓપન ડિફેકેશન ફ્રી) જિલ્લાની સંખ્યા 100થી વધી ગઈ છે. 1.7 લાખથી વધારે ગામડાં ઓડીએફ બની ગયા છે. તેમણે કહ્યું હતું કે, આ સફળતાએ આજે પ્રસંગને અભિયાન માટે બમણી ઉજવણી કરવાનો કાર્યક્રમ બનાવી દીધો છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાનમાં સંકળાયેલા દરેકની પ્રશંસા કરી હતી, ખાસ કરીને આ 100 જિલ્લાના વહીવટીતંત્રની, જેમણે પ્રધાનમંત્રીના સ્વચ્છ અને ઓપન ડિફેકેશન ફ્રી ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
અમદાવાદ: 8 માર્ચે વિશ્વ મહિલા દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સ્વચ્છ શક્તિ 2017 નામની મેગા-ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6000 મહિલા સરપંચોને સંબોધશે અને સ્વચ્છ ભારતમાં તેમના પ્રદાન બદલ તેમનું સન્માન કરશે. તેમજ દિવસે વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અને સોમનાથ ટ્રસ્ટના બોર્ડની બેઠકમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે.
કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતાપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે હરિયાણાના ગુરૂગ્રામમાં હરિયાણા સરકાર સાથે સંયુક્ત કાર્યક્રમમાં સ્વચ્છ શક્તિ સપ્તાહની રાષ્ટ્રીય સ્તરે શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં હરિયાણાના ગામડાઓમાંથી 1000થી વધારે મહિલા સ્વચ્છતા ચેમ્પિયન્સ ઉપસ્થિત હતી. આ પ્રસંગે હરિયાણાના 11 ઓડીએફ જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરનું સન્માન કર્યું હતું. આ લોંચ ગામડાંની મહિલા આગેવાનોએ ફુગ્ગા છોડીને કર્યું હતું, સફાઈ સંબંધિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું તથા મહિલાઓ અને સ્વચ્છતા સાથે સંબંધિત લોકસંસ્કૃતિના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા.