ભારતીય પોસ્ટ વિભાગ આજથી શરૂ કરશે પેમેન્ટ બેંક, PM મોદી કરશે ઉદ્ધાટન
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' ઉદ્ધાટન કરશે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ્સ હશે, જ્યાં સમાન રીતે એકસાથે શુભારંભ કાર્યક્રમો યોજવામાં આવશે. આખા દેશમાં તમામ 1.55 લાખ પોસ્ટઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઇપીપીબી સાથે જોડાઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ્સ અકાઉન્ટની સાથે કરંટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તમને બચતખાતા પર વધુ વ્યાજ તો આપશે જ સાથે તે તમને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ આપશે. તેનો અર્થ એ છે કે હવે તમે તમારા ઘરે બેસીને જ બેંક અકાઉન્ટ ખોલાવી શકશો.
આઇપીપીબીને સામાન્ય માણસ માટે એક સુગમ અને પરવડે તેવી વિશ્વાસપાત્ર બેંકના રૂપમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકીય ઉદ્દેશોને ઝડપથી પૂરા કરવામાં મદદ મળે.આઇપીપીબી ભારતમાં લોકો સુધી બેંકોની પહોંચ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -