રાહુલે કહ્યું- મોદીજી પેટ્રૉલ-ડિઝલની કિંમતો ઘટાડવા કરતાં બન્નેની કિંમતોને GSTમાં લાવો, મોટો ઘટાડો થશે
આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને આડેહાથે લેતા એક ટ્વીટ કર્યું, જેમાં કહ્યું કે, ''આદરણીય શ્રી મોદીજી, સામાન્ય લોકો પેટ્રૉલ-ડિઝલની સતત વધતી કિંમતોથી પરેશાન છે, કૃપા કરીને તમે પેટ્રૉલ-ડિઝલની કિંમતોને GSTમાં લાવો.'' કોંગ્રેસના દાવા અનુસાર પેટ્રૉલ-ડિઝલની કિંમતોને GSTમાં લાવવાથી મોટો ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં 2.50 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને ગોવા સહિત અન્ય રાજ્યોમાં પેટ્રૉલ-ડિઝલની કિંમતો ઓછી કરી દેવામાં આવી હતી, આ રાજ્યોમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
વળી, કોંગ્રેસ-જેડીએસ શાસિત કર્ણાટક અને ડાબેરી શાસન વાળી કેરાલાએ ઘટાડો કરવાની ચોખ્ખી ના પાડી દીધી, કેમકે આ રાજ્યોમાં પહેલાથી ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ પહેલાથી જ ઘટાડો કરી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલની કિંમત પર મોદી સરકારના અઢી રૂપિયાના ઘટાડા બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો હુમલો કરવા લાગી ગયા છે, કોગ્રેસ પેટ્રૉલ અને ડિઝલની કિંમતોને GSTના સર્કલમાં લાવવાની વાત પર અડ્યુ છે.