જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે, POCSO એક્ટ પર બોલ્ચા PM મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં POCSO એક્ટમાં કરેલા ફેરફારો વિશે જણાવતા કહ્યું કે, જે પણ રાક્ષસી કામ કરશે તેને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. આજની કેન્દ્ર સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તે પ્રમાણે નિર્ણય લઇ રહી છે. આ એક સામાજિક પરિવર્તન છે, આપણે આપણા છોકરાઓને પણ સમજાવવા પડશે. છોકરાઓને છોકરીઓની ઇજ્જત કરતાં શીખવાડવું પડશે. પરિવારે ઘરની અંદરથી જ આ પરિવર્તનની શરૂઆત કરવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ શિક્ષણ પર બોલતા કહ્યું કે, દરેકે પ્રયત્ન કરવો જોઇએ કે ગામડાનો દરેક બાળક ભણે કેમકે સરકાર માત્ર પૈસા-સ્કૂલ-ટીચર-બેગ આપી શકે છે પણ તમારે તમારા બાળકોને પ્રત્સાહિત કરવા પડશે.
એમપીમાં ત્રણ દિવસીય આદિ ઉત્સવની પણ શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને આ દરમિયાન કેટલાય ગ્રામ પંચાયતોના સરપંચોને પણ સન્માનિત કર્યાં હતા. મોદીએ પોતાના ભાષણની શરૂઆત આદિવાસી ભાષામાં બોલીને કરી, પીએમ મોદીએ કહ્યું કે, આદિવાસી ભાઇઓએ હંમેશા દેશ માટે કામ કર્યું છે, પછી તે અંગ્રેજો વિરુદ્ધની લડાઇ હોય કે દેશનો વિકાસ.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પહેલીવાર POCSO એક્ટ પર બોલતા કહ્યું કે, જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. પીએમ મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે હતા, મંડલા જિલ્લાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદઘાટન કરતાં આ POCSO પર નિવેદન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -