રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવી બીકે હરિપ્રસાદ પર PM મોદીની ટિપ્પણી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભાના વાઈસ ચેરમેનની ચૂંટણી બાદ બન્ને ઉમેદવારને અભિનંદન આપવા દરમિયાન કરેલ ટિપ્પણીઓનો કેટલોક ભાગ રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો છે. પીએમની ટિપ્પણી પર વિપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે દાવો કર્યો કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું કે કોઈ પીએમની ટિપ્પણીને કાર્યવાહીમાંથી હટાવવામાં આવી હોય. તેમણે આ મામલે સભાપતિના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી.
શુક્રવારે રાજ્યસભાના સચિવાલયે જાણકારી આપી કે પીએમની ટિપ્પણીના એ ભાગને હટાવવામાં આવ્યો છે. મનોઝ ઝાએ કહ્યું હતું કે, આ ટિપ્પણી આપત્તિજનક અને ખોટા ઈરાદાથી કરવામાં આવી હતી. સભાપતિ તરફથી તેમને ટિપ્પણી પર વિચાર કરવાનું આશ્વાસન મળ્યું હતું. બાદમાં સભાપતિના નિર્દેશાનુસાર પીએમે વક્તવ્યને એ ભાગને હટાવી દીધો હતો.
પીએમ મોદીએ ગુરુવારે ઉપસભાપતિની ચૂંટણી દરમિયાન રાજ્યસભામાં હાજર હતા અને તેમણે એક ટૂંકુ વક્તવ્ય આપ્યું હતું. રાષ્ટ્રીય જનતા દળના સાંસદન મનોજ ઝાએ પીએમની ટિપ્પણી પર વિરોધ નોંધાવ્યો હતો અને સભાપતિને તેને કાર્યવાહીમાંથી હટાવાવની માગ કરી હતી. તેમણે પીએમની ટિપ્પણી વિરોધ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ નોંધાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -