અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા બોલ્યા મોદી, ટ્વીટ કરીને કહ્યું- લોકતંત્રનો મોટો દિવસ, આશા છે યોગ્ય ચર્ચા થશે
હવે, આજનો દિવસ મોદી સરકાર માટે ખાસ મહત્વનો છે, સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ આજે મોદી સરકાર સામે પહેલીવાર અવિશ્વાસ પ્રસ્તાવ આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આજનો દિવસ લોકતંત્ર માટે મોટો છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, ‘’આજે અમારા સંસદીય લોકતંત્રનો એક મહત્વપૂર્ણ દિવસ છે. મને આશા છે કે સાથી સાંસદ અને સહયોગી આ પ્રસંગે એક રચનાત્કમક, વ્યાપક, રૂકાવટ મુક્ત અને કામની ચર્ચા કરશે. અમે આ માટે આપણાં બંધારણના નિર્માતાઓને શ્રેય આપીએ છીએ. આજે ભારત અને ઝીણવટપૂર્ણક જોશે.’’
નવી દિલ્હીઃ સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વૉટિંગ થવાનુ છે. દરેક પક્ષો પોતાની સંખ્યા સાચવવા અને સંખ્યાબળ વધારવા માટે કમરકસી રહ્યાં છે, જોકે, મોદી સરકાર પાસે પુરતી બહુમતી છે જેથી કોઇ ખતરો નડી શકે તેમ નથી. સંસદમાં ચર્ચા 11 વાગે શરૂ થશે ત્યારબાદ વૉટિંગ થશે.