✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હું ગુજરાતને દક્ષિણ કોરિયા બનાવવા માંગતો હતોઃ ઇન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા PM મોદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2018 03:29 PM (IST)
1

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય દહેરાદુનની મુલાકાતે છે. અહીં પીએમ મોદીએ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું. પીએમ મોદીની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ હાજર હતા. સમિટના ઉદ્ધઘાટન સમારોહમાં અનેક કંપનીઓના સીઈઓ અને એમડી પણ ઉપસ્થિત હતા. બે દિવસ સુધી ચાલનારી આ સમિટને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશના રાજ્યની તાકાત દુનિયાના અનેક દેશો કરતા વધારે છે. તેઓએ કહ્યું કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે ગુજરાતને દક્ષિણ કોરિયા જેવું બનાવવા માંગતો હતો, કારણ કે બન્નેની જનસંખ્યા સમાન છે. અને બન્ને સમુદ્ધ કિનારે છે.

2

મેક ઈન્ડિયા માત્ર ભારત માટે જ નહીં આખી દુનિયા માટે છે. ભારતમાં ચારે તરફ પરિવર્તનનો સમયગાળો છે. ફૂડ પ્રોસેસિંગ મામલે આજે પણ ભારત દુનિયામાં પ્રથમ સ્થાને છે. ઉત્તરાખંડમાં રોકાણકારોને સરકારી ઓફીસના ધક્કા ન ખાવા પડે તેના માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવી છે. અહીં રોજગારની લાખો નવી તક મળી રહી છે. રેલ્વે લાઈનના કામોમાં બે ગણી ઝડપથી કામ થઈ રહ્યું છે. સરકાર 400 રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ કરવાનું કામ કરી રહી છે.

3

પીએમ મોદીએ કહ્યું, ઉત્તરાખંડ અલગ SEZ છે. તે સ્પિરિચ્યૂઅલ ઇકો ઝોન છે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનથી વધારે છે. ઉત્તરાખંડ હિંદુસ્તાનને ઉર્જાવાન બનાવી શકે છે. દુનિયાના અનેક દેશો કરતા આપણા રાજ્યની તાકાત વધારે છે. ઉત્તરાખંડ અલગ SEZ છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે ગુજરાતને દક્ષિણ કોરિયા જેવું બનાવવા માંગતો હતો, કારણ કે બન્નેની જનસંખ્યા સમાન છે અને બન્ને સમુદ્ધ કિનારે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હું ગુજરાતને દક્ષિણ કોરિયા બનાવવા માંગતો હતોઃ ઇન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા PM મોદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.