BJP કાર્યકારિણીઃ મોદીએ આપ્યો અજય ભારત-અટલ ભારતનો નારો, કોંગ્રેસને ગણાવી બોજ
પીએમ મોદીએ કહ્યું, મહાગઠબંધનની ન તો કોઈ વિચારધારા છે અને ન તો તેના પાસે નેતૃત્વ છે. આપણું કામ આપણે જનતા સુધી પહોંચાડીશું. મહાગઠબંધન પર હુમલો કરતાં પીએમે કહ્યું, નેતૃત્વની તો ખબર નથી, નીતિ અસ્પષ્ટ, નીયત ભષ્ટ્ર. તેમણે એમ પણ કહ્યું કે, 20થી વધારે વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે. તેની પાછળનું કારણ એક છે કે અમે સત્તાનો અહંકાર કર્યો નથી. અમે સત્તાને ખુરશીના રૂપમાં નહીં પરંતુ જનતાની ભલાઈના દ્રષ્ટિકોણથી જોઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાગઠબંધન પર વાત કરતાં પીએમ મોદીએ કહ્યું, જે લોકો એક સાથે ચાલી શકતા નહતા અને એકબીજાને જોતા પણ નહતા તે લોકો આજે એકબીજાને ગળે લગાવવા માટે મજબૂર છે. આજ આપણી સફળતા છે કે, આપણા કામે આ લોકોને સાથે આવવા પર મજબૂર કરી દીધા છે. પીએમ કહ્યું કે, 2019માં મહાગઠબંધનને લઈને બીજેપીને ચિંતા કરવાની કોઈ જ જરૂરત નથી.
મોદીએ તેમના સંબોધનમાં અજય ભારત, અજય ભાજપ પર જોર આપતા કહ્યું કે, કોંગ્રેસ જૂઠ પર ચૂંટણી લડી રહી છે. તે એક બોજ છે. એક દિવસ પહેલા જ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતુ કે, બીજેપીને મહાગઠબંધનથી કોઈ જ ખતરો નથી. તેમને કહ્યું હતું કે, 2014માં બીજેપી આ બધી જ પાર્ટીઓને હરાવી ચૂકી છે.
નવી દિલ્હીઃ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજો અને અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ તેમણે સંબોધનમાં ‘અજય ભારત-અટલ ભાજપ’નો નારો આપ્યો હતો. મોદીએ કહ્યું કે, ભારત ક્યારેય પણ કોઈનું વશીભૂત નથી થયું અને ભાજપ પોતાના જ સિદ્ધાંતો પર ચાલશે. આ દરમિયાન તેમણે ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -