આતંકની કમર તોડી નાંખીશ, કાશ્મીરના પરત લાવીશ અચ્છે દિનઃ PM મોદી
અમે સર્જિકલ સ્ટ્રાઇક કરીને વિશ્વને બતાવી દીધું છે કે ભારત હવે ચૂપ બેસવાનું નથી. હું આતંકવાદની કમર તોડી નાંખીશ. ખુશી ભર્યા કાશ્મીરના જૂના દિવસો પરત લાવવા હું પ્રતિબદ્ધ છું તેમ પીએમે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધતાં જણાવ્યું કે, બીજાના સપનાઓને મારવા સૌથી મોટી કાયરતા છે. પીએમે વિદ્યાર્થીઓને સંબોધતા એક કાર્યક્રમમાં જણાવ્યું કે, કાશ્મીરના અચ્છે દિન લાવવા માટે હું કટિબદ્ધ છું.
ડિજિટલ ઈન્ડિયા પરના સવાલનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, આધાર કાર્ડ ડિજિટલ ક્રાંતિનો જ હિસ્સો છે. જ્યારે હું કહું છું કે અમારી પાસે 120 કરોડ લોકોનો ડિજિટલ ડેટા છે તો લોકોને આશ્ચર્ય થાય છે. માનવ સતત વિકાસ કરી રહ્યો છે. છેલ્લા 40-50 વર્ષમાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. ડિજિટલીકરણની મદદથી પારદર્શિતા વધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -