PM મોદી અને અમિત શાહે ભાજપને કેટલું આપ્યું ડોનેશન, જાણો વિગત
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, દિન દયાળ ઉપાધ્યાયએ જાહેર જીવનમાં પ્રામાણિકતા પર ભાર મૂક્યો હતો. આજે તેમની પૂણ્યતિથિ પર ભાજપે સમર્પણ દિવસના રૂપમાં મનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જેનો હેતુ રાજનીતિમાં પારદર્શિતા તથા સફેદ નાણાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર નમો એપ વડે પક્ષને 1000-1000 રૂપિયાનો ફાળો આપ્યો હતો. જેની પહોંચ પણ બંને નેતાઓએ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે બાદ મોદીએ લોકો તથા શુભેચ્છકોને પક્ષને ફંડ આપવાની અપીલ કરી હતી.
PM મોદીના ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવેલો સ્ક્રીનશોટ.
ભાજપ પ્રમુખ અમિત શાહે ટ્વિટમાં લખ્યું કે, મેં આજે સમર્પણ દિવસ પર નમો એપના માધ્યમથી સંગઠનને એક હજાર રૂપિયાનું ડોનેશન આપ્યું છે. હું તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તમે પણ પાર્ટીને પાંચ રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધી દાન આપી શકો છો.
અમિત શાહના ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવેલો સ્ક્રીનશોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -