ઉત્તરાખંડના હર્ષિલમાં મોદીએ જવાનો સાથે મનાવી દિવાળી, જાણો જવાનો સાથે શું કરી વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 07 Nov 2018 07:15 AM (IST)

1
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ દિલ્હીની બહાર દિવાળી ઉજવી હતી. મોદીએ આજે ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ પહેલા આજે સવારે તેમણે દિવાળી શુભકામના પાઠવતું ટ્વિટ કરીને લખ્યું કે, દિવાળીની તમામ દેશવાસીઓને શુભકામના. પ્રકાશનું આ પર્વ તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભેચ્છા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
વડાપ્રધાન મોદીએ દિવાળીની શુભકામના પાઠવતા કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.

3
મોદીએ હર્સિલમાં જવાનોને કહ્યું, બર્ફિલા વિસ્તારમાં તમારી ડ્યૂટી માટે સમર્પણ દેશને મજબૂતી પ્રદાશ કરે છે. તમારા કારણે જ દેશનું ભવિષ્ય અને સવા સો કરોડ લોકોના સપનાં સુરક્ષિત છે. ભારત આજે રક્ષા ક્ષેત્રે વિશ્વમાં અવ્વલ દેશોમાં સામેલ છે. ભારતીય સેનાની બહાદુરી પૂરી દુનિયામાં ઉદાહરણ સમાન છે.