PM મોદીએ કોંગ્રેસને જીત માટે આપ્યા અભિનંદન, બીજેપી કાર્યકર્તાઓના પરિશ્રમની કરી પ્રશંસા, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. તેની સાથે જ તેમણે તેલંગાણામાં જીતનારા કેસીઆર ગારુ અને મિઝોરમમાં શાનદાર પ્રદર્શન કરનારી એમએનએફને પણ અભિનંદન આપ્યા છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની વાપસી થઈ છે પરંતુ હજુ પણ મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્વિટમાં મોદીએ કહ્યું, કોંગ્રેસને તેની જીત માટે અભિનંદન. તેલંગાણામાં જીત માટે અભિનંદન. તેલંગાણામાં જીતનારા કેસીઆર ગારુ અને મિઝોરમમાં શાનદાર પ્રદર્શન કરનારી એમએનએફને શાનદાર જીત માટે અભિનંદન.
પીએમ મોદીએ વધુ એક ટ્વિટન કરીને લખ્યું કે, અમે લોકોના જનાદેશનો વિનમ્રતા સાથે સ્વીકાર કરીએ છીએ. સેવાનો મોકો આપવા માટે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોનો આભાર માનું છું. આ રાજ્યોમાં બીજેપીની સરકારોએ થાક્યા વગર લોકોની ભલાઈ માટે કામ કર્યું.
અન્ય એક ટ્વિટમાં મોદીએ લખ્યું કે, રાજ્યમાં ચૂંટણી દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કર્યું. આ કઠોર પરિશ્રમ માટે તેમને સલામ કરું છું. જીત અને હાર જીવનનો અભિન્ન હિસ્સો છે. આજના પરિણામો લોકોની સેવા કરવા અને ભારતના વિકાસ માટે વધુ કામ કરવાનો અમારા સંકલ્પને આગળ વધારશે.
મોદીએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -