PM મોદીએ દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું, બોલ્યા- દેશમાં ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, સેમસંગની આ ફેક્ટ્રીમાં આવવું મારા માટે સુખદ અનુભવ છે. આ નવા યૂનિટ માટે સેમસંગની સમગ્ર ટીમને શુભેચ્છા. પાંચ હજાર કરોડનું રોકાણ ન માત્ર સેમસંગના વેપારિક સંબંધોને મજબૂત કરશે પરંતુ ભારચ અને દક્ષિણ કોરિયાના સંબંધોને પણ મજબૂત કરશે. સેમસંગની ફેક્ટરીના ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ કહ્યું, હું જ્યારે પણ બિઝનેસ કોમ્યુનિટીના પ્રતિનિધિઓ સાથે વાત કરું છું ત્યારે એક વાતનો ઉલ્લેખ હંમેશાં કરું છું કે ભારતમાં એકપણ મિડલ ક્લાસ ઘર એવું નથી જ્યાં કોરિયન પ્રોડક્ટ ન હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇને નોઇડામાં સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. સેમસંગ કંપનીના નવા યુનિટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઉપરાંત વિદેશી મહેમાનો પણ કાર્યક્રમમાં સામેલ થયા.
પીએમ મોદીએ આજે ડિજિટલ ટેકનોલોજી સામાન્ય નાગરિકના જીવનને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આજે ભારતમાં લગભગ 40 કરોડ સ્માર્ટફોનનો ઉપયોગ થઈ રહ્યો છે, 32 કરોડ લોકો બ્રૉડબેંડનો ઉપયોગ કરી રહ્યા છે. ખૂબ જ ઓછા ભાવ પર ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ છે, દેશની એક લાખથી વધારે ગ્રામ પંચાયતો સુધી ફાઈબર નેટવર્ક પહોંચી ચુક્યું છે. આ તમામ વાતો દેશમાં થઈ રહેલી ડિજિટલ ક્રાંતિના સંકેત છે. GeMનો અર્થ છે ગવર્મેન્ટ ઇ-માર્કેટ, જેના દ્વારા સરકાર સીધી ઉત્પાદક પાસેથી જ ખરીદી કરે છે. તેનો ફાયદો મધ્યમ અને નાના એન્ટરપ્રેન્યોર્સને થાય છે. તેના કારણે પારદર્શકતા આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -