બાબા સાહેબના નામે બધા રાજનીતિ કરે છે, પણ અમે એમને સન્માન આપ્યું, દલિત હિંસા બાદ બોલ્યા પીએમ મોદી
2જી એપ્રિલે દલિતોના ભારત બંધના આંદોલન દરમિયાન સેંકડોની સંખ્યામાં ભીડે હિંસક પ્રદર્શન કર્યું, યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશન જેવા રાજ્યોમાં સૌથી વધુ હિંસા થઇ. પ્રદર્સનો દરમિયાન કેટલાય લોકોના મોત થયા. મરનારાઓમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ મોત થયા. હિંસા બાદ મધ્યપ્રદેશના કેટલાય વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યૂ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે SC/ST ઉત્પીડનની ફરિયાદોમાં તરતજ ધરપકડ પર રોક લગાવી દીધી હતી, કોર્ટે કહ્યું હતું કે, વરિષ્ઠ પોલીસ અધિકારી ફરિયાદની શરૂઆતી તપાસ કરે. ફરિયાદની શરૂઆતી સ્પષ્ટતા બાદ જ કેસ નોંધવામાં આવે, સુપ્રીમ કોર્ટેના આ આદેશ બાદ દલિતોએ 2જી એપ્રિલે ભારત બંધનું એલાન કર્યું હતું.
વળી, 2જી એપ્રિલે દેશના કેટલાય રાજ્યોમાં ફેલાયેલી હિંસા પર ભાજપે ટ્વીટ કરી કોંગ્રેસ પર હુમલો કર્યો અને કહ્યું, ‘આઝાદીના દાયકોઓ બાદ સુધી કોંગ્રેસ ક્યારેય બાબા સાહેબ આંબેડકરને સન્માન નથી આપ્યું, ભાજપનું બાબા સાહેબ આંબેડકર પ્રતિ સમર્પણ જ છે સરકારે આવતા જ બાબા સાહેબના જીવનકાળના પાંચ સ્થળોને ભવ્ય 'પંચતીર્થ' ના રૂપમાં વિકસીત કરવામાં આવ્યા છે. આ સાચા સમર્પણથી દલિત વૉટોથી તથાકથિત ઠેકેદારો ગભરાઇ ગયા છે.’
પીએમ મોદીએ આગળ કહ્યું, ‘બાબા સાહેબના નામ પર રાજનીતિ કરવાના બદલે બાબા સાહેબે જે આપણને રસ્તો બતાવ્યો છે, તે રસ્તાંઓ પર ચાલવાનો બધાએ પ્રયાસ કરવો જોઇએ.’ ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું જે જ્યારે આ મામલેને લઇને વિપક્ષ સતત પીએમ મોદી પર નિશાન તાકી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, ‘બાબા સાહેબજી ના નામ બધા રાજનીતિ કરે છે, પણ બાબા સાહેબ આંબેડકરને જેટલું માન સન્માન અને શ્રદ્ધાંજલિ અમારી સરકારે આપી છે, તેટલું માન સન્માન કોઇ બીજી સરકારે ક્યારેય પણ નથી આપ્યું.’’
નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટ તરફથી ફેરફારના નિર્ણય બાદ દેશમાં દલિત સંગઠનો દ્વારા ધમાલ મચી ગઇ છે. આ બધાની વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં ભીમરાવ આંબેડકરને યાદ કરીને કહ્યું કે, કોઇ અન્ય સરકારે બીઆર આંબેડકર એવી રીતે સન્માન નથી કર્યુ જેવી રીતે અમે કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -