ચોકીદારની ચોકસાઇથી ભ્રષ્ટાચારીઓ ગભરાઈ ગયાઃ PM મોદી
પીએમ મોદીએ ભારત રત્ન ભૂપેન હજારિકાને પણ યાદ કરતાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેઓએ સવાલ કર્યો, 'છેવટે એવું કેમ થઈ રહ્યું છે કે કેટલાક લોકો માટે જન્મ લેતાં જ તેમના માટે ભારત રત્ન નક્કી થઈ જતો હતો અને દેશના માન-સન્માન માટે જેઓએ જીવન ખર્ચી દીધું તેમને સન્માનિત કરવા માટે દાયકાઓ લાગી જતા હતા? મને ગર્વ છે કે ભાજપની સરકારે આસામના બે સપૂતો, ગોપીનાથ બોરદોલોઈ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનું કામ કરવામાં આવ્યું છે.'
પીએમ મોદી તેની સાથોસાથ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, BC અને AD એટલે કે બિફોર કોંગ્રેસ અને આફ્ટર ડાયનેસ્ટીને ગૌરવવાન કરનારાઓને હું આજે અહીંથી પૂછવા માંગું છું કે છવટે તમે ભારતના સાચા રત્નોને ન ઓળખવાની કુટિલ રમત દાયકાઓથી કેમ રમી? અરૂણાચલ પ્રદેશ દેશનું અભિમાન છે. તે ભારતના વિકાસનું, ભારતની સુરક્ષાનું ગેટવે પણ છે. આ ગેટવેને શક્તિ આપવાનું કામ ભાજપ સરકાર કરતી રહેશે.
રાહુલ ગાંધી પર ટાર્ગેટ કરતાં મોદીએ કહ્યું કે, સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે ચોકીદારની ચોકસાઈથી કેવી રીતે ભ્રષ્ટાચારી હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને સવાર-સાંજ મોદી-મોદીના નામની રટણ કરી રહ્યા છે.
અમીનગાંવઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. વડાપ્રધાને આસામના ગૌહાટીમાં ઉત્તર પૂર્વ માટે 18,000 કરોડઢ રૂપિયાના ખર્ચે શરૂ થનારી પરિયોજના ન્યૂ ગેટવે ઓફ ગ્રોથનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન તેમણે અમીનગાંવમાં એક જાહેરસભા સંબોધિત કરતાં કહ્યું કે, આજે નોર્થ ઈસ્ટના વિકાસમાં નવો ઈતિહાસ જોડવામાં આવી રહ્યો છે.