દેશના સૌથી ઝડપી એક્સપ્રેસ-વેનું નરેન્દ્ર મોદીએ કર્યું લોકાર્પણ, જાણો એક્સપ્રેસ-વેની ખાસિયતો
આ આખા હાઈવે પર 6 ઈંટરચેંજ, 4 ફ્લાઈઓવર, 71 અંડરપાસ અને 6 આરઓબી રહેશે. આ ઉપરાંત યમુના અને હિંદન પર બે મોટા બ્રિજ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વચ્છ ભારત મિશનને ધ્યાનમાં રાખતા દર 2.5 કિલોમીટરના અંતરે ટોઈલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
દર 500 મીટરના અંતરે રેનવોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા પણ છે. ડ્રિપ ઈરિગેશનની ટેક્નિકના કારણે આ પાણીથી જ ઝાડવાને પાણી આપવામાં આવશે.
નેશનલ એક્સપ્રેસ-વે 2 કહેવામાં આવતા આ રોડ પર પેટ્રોલ પંપ, રેસ્ટ એરિયા, હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો અને રિપેર સર્વિસની સુવિધા પણ રહેશે.
આ એક્સપ્રેસ-વે પર લાઈટિંગની સંપૂર્ણ સુવિધા સોલર પેનલ દ્વારા લગાવવામાં આવશે. એટલું જ નહીં તેનું દ્રશ્ય પણ ખુબ જ સુંદર હશે કારણ કે આ એક્સપ્રેસ-વેના કિનારે લગભગ 2.5 લાખ ઝાડ રોપવામાં આવ્યાં છે.
11,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ એક્સપ્રેસ-વે 6 લેનનો હશે. એટલું જ નહીં આ એક્સપ્રેસ-વે ઈન્ટેલિજેંસ હાઈવે ટ્રાફિક મેનેજમેંટ સિસ્ટમ અને વીડિયો ઈન્સિડેંટ ડિટેક્સનથી સજ્જ છે.
આ એક્સપ્રેસ-વે ગાઝીયાબાદ, ફરીદાબાદ, પલવલ અને ગ્રેટર નોઈડા વચ્ચે સિગ્નલ ફ્રી કનેક્ટિવિટીથી મજબુત બનશે.
નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી ઝડપી અને હાઈટેક ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસ-વેને સૌથી ઝડપી એટલા માટે કહેવામાં આવી રહ્યો છે કે, આ રોડ પર 120 કિલોમીટરની ઝડપે ગાડી ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
135 કિમી લાંબા આ એક્સપ્રેસ-વેની સૌથી ખાસ વાત એ છે કે તેનું કામ વિક્રમજનક રીતે માત્ર 500 દિવસની અંદર જ પૂરું કરી દેવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી આજે બાગપતમાં એક કાર્યક્રમ દરમિયાન તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ રોડ રાજધાની દિલ્હીને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકરો અપાવવાની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ એક્સપ્રેસ-વે ગાઝીયાબાદ, ફરીદાબાદ, ગ્રેટર નોઈડ અને પલવલ સહિત આસપાસના નાના વિસ્તારોને જોડશે.
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-મેરઠના 9 કિલોમીટરના પહેલા તબક્કાનું પણ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર ખુલ્લી જીપમાં નિરીક્ષણ પણ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -