મોદી સરકારના ચાર વર્ષ: BJP ગણાવશે પોતાની ઉપલબ્ધિઓ, કૉંગ્રેસ ઉજવશે ‘વિશ્વાસઘાત દિવસ’
ચાર વર્ષ પૂર્ણ થવા પર સરકાર ‘સાફ નિયત, સહી વિકાસ’નો નવો નારા સાથે મોદી સરકાર પોતાની સ્પષ્ટ છબિને લોકો સામે મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નેરન્દ્ર સિંહ તોમર, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિત 10 મોટા મંત્રીઓ દેશભરમાં પ્રેસ કૉંન્ફ્રેન્સ કરશે. જ્યારે વિદેશમંત્રી સુષમા સ્વરાજ દિલ્હીમાં 28 મે ના રોજ સાંજે 3 વાગે પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાર વર્ષ પૂર્ણ થવા પર સરકાર ‘સાફ નિયત, સહી વિકાસ’નો નવો નારા સાથે મોદી સરકાર પોતાની સ્પષ્ટ છબિને લોકો સામે મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નેરન્દ્ર સિંહ તોમર, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિત 10 મોટા મંત્રીઓ દેશભરમાં પ્રેસ કૉંન્ફ્રેન્સ કરશે. જ્યારે વિદેશમંત્રી સુષમા સ્વરાજ દિલ્હીમાં 28 મે ના રોજ સાંજે 3 વાગે પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. એવામાં આ અવસર પર મોદી સરકાર લોકો સુધી પોતાના ઉપલબ્ધિઓ પહોંચાડવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. મોદી સરકારના 10 કદાવર મંત્રી 26 મે થી 30 મે સુધી દેશના 40 શહેરોમાં પત્રકાર પરિષદ યોજીને સરકારની ઉપલબ્ધિઓ ગણાવશે. પીએમ મોદી ઓડિસામાં જાહેરસભાને સંબોધન કરશે. ત્યાં બીજી તરફ કૉંગ્રેસ મોદી સરકાર વિરૂદ્ધ વિશ્વાસઘાત દિવસ ઉજવશે. કૉંગ્રેસ તમામ રાજ્યના પાટનગરમાં પ્રેસ કૉન્ફ્રેન્સ કરી અને જિલ્લા મુખ્યાલયો પર ધરણા-પ્રદર્શન કરશે.
આ અગાઉ કૉંગ્રેસ વિશ્વાસઘાતની થીમ પર એક પોસ્ટર પણ જાહેર કરી ચુકી છે. જેના પર લખ્યું છે. ‘વિશ્વાસઘાત: ચાર સાલો મેં સિર્ફ બાત હી બાત.’ મોદી સરકાર જ્યાં આજે પ્રજાની વચ્ચે પોતાની ઉપલબ્ધીઓ ગણાવશે ત્યાં કૉંગ્રેસ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -