'મન કી બાત' માં PM મોદીએ વીર સાવરકરને યાદ કર્યા, કહ્યું- સાહસથી જ આગળ વધી શકાય
તેમને કહ્યુ્ં કે, વર્ષોથી લોકો એવરેસ્ટનું ચઢાણ કરે છે અને એવા કેટલાય લોકો છે, જેમને સફળતાપૂર્વક આને પુરુ પણ કર્યું છે. હું આ બધા સાહસીવીરોને, ખાસ કરીને દિકરીઓને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
પીએમ મોદીએ કહ્યું કે, 'સાવરકરજીનું વ્યક્તિત્વ વિશેષતાઓથી ભરેલું હતું, શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેના ઉપાસક હતા. ખાસ કરીને વીર સાવરકરને તેમની બહાદુરી અને બ્રિટીશ રાજ વિરુદ્ધ તેમના સંઘર્ષ માટે લોકો જાણે છે, પણ તેમના સંઘર્ષ ઉપરાંત તે એક ઓજસ્વી કવિ અને સમાજ સુધારક પણ હતા, જેમને હંમેશા સદભાવના અને એકતા પર ભાર મુક્યો હતો.
પીએમ મોદી કહ્યું કે, 'જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઇએ તો કોઇને કોઇ એડવેન્ચરના ખોળામાં જ પ્રગતિ પેદા થઇ છે. વિકાસ એડવેન્ચરના ખોળામાં જ જન્મ લે છે. કંઇક કરી ચૂકવાનો ઇરાદો, કંઇક અસાધારણ કરવાનો ભય, આનાથી યુગો સુધી, કોટિ કોટિ લોકોને પ્રેરણા મળતી રહે છે.'
દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથી પર યાદ કરતાં પીએમ મોદીએ તેમને નમન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે, વીર સાવરકરનો જન્મ મે મહિનામાં થયો હતો અને તેમને 1857 ની લડાઇને વિદ્રોહની જગ્યાએ આઝાદીને લડાઇ કહી હતી. પીએમે વીર સાવરકરને એક સાહસિક ક્રાંતિકારી તરીકે ઉલ્લેખતા તેમની પ્રસંશા કરી હતી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકવાર ફરીથી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધિત કર્યો આ મનની વાતનો 44મો એપિસૉડ હતો, જેમાં તેમને રમત પર ભાર મુક્યો હતો.