✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અવિશ્વાસની દરખાસ્તના કારણે ક્યા ત્રણ વડાપ્રધાન થયા હતા ઘરભેગા? કોની ગદ્દારીથી વાજપેયી સરકાર હારેલી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2018 12:04 PM (IST)
અવિશ્વાસની દરખાસ્તના કારણે ક્યા ત્રણ વડાપ્રધાન થયા હતા ઘરભેગા? કોની ગદ્દારીથી વાજપેયી સરકાર હારેલી?
1

નવી દિલ્લીઃ ભારતમાં અત્યાર સુધીમાં 28 વાર કેન્દ્રીય સરકારો સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાઈ છે. આ પૈકી માત્ર ત્રણ વાર સરકાર ઘરભેગી થઈ છે. બાકીની તમામ અવિશ્વાસની દરખાસ્તોનો રકાસ થયો છે અને જેની સામે દરકાસ્ત રજૂ થયેલી તે સરકારો બચી ગઈ છે.

2

1998માં જયલલિતા વંકાયાં તેથી તેમણે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં અટલબિહારી વાજપેયી સરકાર હારી ગઈ હતી. એ વખતે માયાવતીએ છેલ્લી ઘડીએ ગદ્દારી કરી તેમાં વાજપેયી સરકાર માત્ર એક મતે હારી ગઈ હતી. માયાવતીએ વાજપેયીને ટેકાની ખાતરી આપીને પોતાના સભ્યોને ગેરહાજર રાખતાં ભાજપની હાર થઈ હતી.

3

1997માં કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીને વાંધો પડતાં તેમણે કોંગ્રેસના સાંસદો દ્વારા ત્રીજા મોરચાની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાવી હતી. આ રીતે કેસરીએ એચ.ડી. દેવ ગૌડાની સરકારને ઘરભેગી કરી નાંખેલી. જો કે પછીથી કેસરીએ ત્રીજા મોરચાને જ ટેકો આપીને આઈ.કે. ગુજરાલને વડાપ્રધાન બનાવ્યા હતા.

4

અવિશ્વાસની દરખાસ્તના કારણે જેમની સરકાર ગઈ હોય તેવા પહેલા વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ હતા. 19990માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢનારા લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના પગલે ભાજપ દ્વારા રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તમાં વી.પી. સિંહની સરકાર જતી રહી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • અવિશ્વાસની દરખાસ્તના કારણે ક્યા ત્રણ વડાપ્રધાન થયા હતા ઘરભેગા? કોની ગદ્દારીથી વાજપેયી સરકાર હારેલી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.