PM મોદીના ફિટનેસ વીડિયો પર કેટલો ખર્ચ થયો? PMOએ આપી જાણકારી
આ અગાઉ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ પીએમ મોદી દ્વારા ફિટનેસ વીડિયો પર રૂપિયા 35 લાખ ખર્ચ થવાની વાત નકારી હતી. જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ટ્વિટર પર મોટી બહસ પણ ચાલી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPMO તરફથી RTIના જવાબમાં કહેવામાં આવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, જેને બનાવવા પાછળ કોઇ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. વીડિયો વડાપ્રધાનના આવાસમાં જ બનાવવામાં આવ્યો છે. તેમજ વીડિયોગ્રાફી પીએમઓના કેમેરામેન દ્વારા કરવામાં આવી હતી અને વીડિયો માટે કોઇ પણ ખરીદી કરવામાં આવી નથી.
વડાપ્રધાન મોદીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતો વીડિયો બનાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો બનાવવા માટે 35 લાખ રૂપિયા ખર્ચ થયા હતા, આ આરોપને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જૂનમાં જારી કરવામાં આવેલ ફિટનેસ વીડિયો પર કેટલો ખર્ચ થયો? આ વાતની જાણકારી પ્રધાનમંત્રી કાર્યલાય (PMO)એ આપી છે. આરટીઆઈના જવાબમાં PMOએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટનેસ વીડિયો બનાવવામાં કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -