કાળાનાણાં વિરૂદ્ધ PMOનો ફોન મોટું હથિયાર, 80% દરોડા આ કોલ્સ મારફતે જ- સૂત્ર
નવી દિલ્હીઃ કાળા નાણાં પર દરોડા પાડવામાં પ્રધાનમંત્રી કાર્યાલયનો ફોન મોટું હથિયાર સાબિત થયો છે. એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. જાણવા મળ્યું છે કે, લોકો સીધા જ પીએમઓમાં ફોન કરીને કાળા નાણાં જાણકારી આપી રહ્યા છે.
લોકો તરફથી આપવામાં આવેલી જાણકારીને આધારે કાર્રવાઈ પણ કરવામાં આવી રહી છે અને કાળા નાણાંના કુબેરેનો પકડવામાં આવી રહ્યા છે. નોટબંધી બાદથી જ દરરોજ 15-20 ફોન કોલ્સ પીએમઓમાં આવી રહ્યા છે.
પીએમઓને ફોન પર મળેલી જાણકારી ઇનકમ ટેક્સ વિભાગ, ઈડી અને પોલીસને આપે છે. જાણકારીના આધારે આ વિભાગ કાર્રવાઈ કરે છે અને કાળા નાણાંના કુબેરોને પકડે છે.
8 નવેમ્બરથી અત્યાર સુધી પીએમઓને આ પ્રકારના 600થી વધારે કોલ મળ્યા છે. ફોનની ઘંટડી વાગતા જ કાળા નાણાંની જાણકારી આપનાર પાસેથી સંપૂર્ણ જાણકારી મેળવી લેવામાં આવે છે અને તરત જ પીએમઓના અધિકારી તેની જાણકારી ઇનકમ ટેક્સ વિભાગ અને ઈડીને આપી દે છે.
સૂત્રો અનુસાર, પીએમઓને મળેલ જાણકારી પર કરવામાં આવે કાર્રવાઈમાં 100 ટકા સફળતા મળી છે. તમને જણાવીએ કે નોટબંધીના નિર્ણય બાદ કાળા નાણાંનો ખુલાસો કરવા માટે સરકારે એક હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો હતો. આ નંબર પર લોકો કાળા નાણાંની જાણકારી આપતા ખચકાતા નથી.