હોલીવુડ-બોલીવુડની કઈ હોટ હીરોઈન્સ હતી નીરવ મોદીની ક્લાયન્ટ્સ, જીવતો કેવી વૈભવી લાઈફ સ્ટાઈલ જાણો વિગત
નીરવ મોદીની બ્રાન્ડમાં પાંચ લાખથી માંડી પાંચ કરોડ રૂપિયાની જ્વેલેરી મળે છે. નીરવ મોદીને વર્ષ 2016માં ફોર્બ્સની યાદીમાં ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે સ્થાન મળ્યું હતું. નીરવ મોદીની કુલ સંપત્તિ 1.74 બિલિયન ડોલરની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીરવ મોદી બ્રાન્ડની જ્વેલેરીના ચાહકોમાં બોલિવૂડ અને હોલિવૂડની અનેક એક્ટ્રેસિસ સામેલ છે. હોલિવૂડ એક્ટ્રેસ કેટ વિન્સલેટ, સ્ટીવન સ્પિલબર્ગ, શેરોન સ્ટોન સહિતની અનેક એક્ટ્રેસ છે. તે સિવાય પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય, સોનમ કપૂર સહિત અનેક તેના ક્લાયન્ટ છે.
નવી દિલ્હીઃજ્વેલેરી ડિઝાઇનર અને ગુજરાતી અબજપતિ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પીએનબીએ નીરવ મોદી, તેનો ભાઇ વિશાલ, નીરવની પત્ની અમી અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તેઓ અભ્યાસ માટે વોર્ટન ગયા હતા. જ્યાં એક વર્ષ સુધી ફાઇનાન્સનો અભ્યાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા અને એક વર્ષ બાદ તેમણે ડ્રોપ લીધો હતો. બાદમાં તેઓ ભારત પરત ફર્યા અને તેમના મામા અને ગીતાંજલી જેમ્સના ચેરમેન મેહુલ ચોક્સી પાસે મુંબઇમાં રહ્યા અને ત્યાં હિરાના વ્યવસાયની જાણકારી મેળવી હતી.
ભારત સિવાય નીરવ મોદીના રશિયા, આર્મેનિયા અને દક્ષિણ આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. વર્ષ 2014માં દિલ્હીમાં પ્રથમ જ્વેલેરી શો રૂમ ખોલ્યો હતો. બાદમાં તેણે લંડન, સિંગાપોર, પેઇચિંગ અને મકાઉમાં પણ શો રૂમ ખોલ્યા છે.
નીરવ મોદીનો જન્મ પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો. નીરવના દાદા હીરાનો વ્યવસાય કરતા હતા. બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ હિરા વેપારની શરૂઆત કરી હતી. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે. નીરવ મોદીને હીરાના વ્યવસાયમાં નહી પરંતુ સંગીતમાં રસ હતો.
1999માં નીરવ મોદીએ ફાયરસ્ટાર નામની કંપની બનાવી જે હીરા સોર્સિંગ અને ટ્રેડિંગ કરતી હતી. આજે કંપનીની સંપત્તિ 2.3 બિલિયન ડોલરની છે. નીરવ મોદી બ્રાન્ડના નામે તેમણે વર્ષ 2008માં પોતાના એક કરોડ પતિ ફ્રેન્ડ માટે ઇયરિંગ બનાવી હતી. બાદમા જ્વેલેરી મેકિંગના વ્યવસાયમાં જોડાયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -