મેહુલ ચોકસી પર ભીંસાયો ગાળિયો, ભારત પરત લાવવા એન્ટીગુઆના વિદેશ મંત્રીને મળ્યા રાજદૂતઃ સૂત્ર
આ પહેલા એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ ચોકસીને ભારત મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય પીએમઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતમાંથી ફરાર થયા બાદ મેહુલ ચોકસીએ વીડિયો દ્વારા કહ્યું હતું કે મારા પર લાગેલા આરોપો ખોટા છે. તેણે એમ પણ કહ્યું કે, આ રાજકીય ષડયંત્ર છે. આ પૂરો મુદ્દો રાજકીય બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા દોઢ મહિનામાં ચોકસીને લઈ ત્રીજી મુલાકાત થઈ છે અને મેહુલને પરત ભારત મોકલવા મુદ્દે વાત થઈ છે. ડિપ્લોમેટિક ચેનલ દ્વારા બંને દેશોની સરકારમાં મેહુલને લઈ વાત થઈ રહી છે. એન્ટીગુઆના વિદેશ મંત્રીએ કહ્યું, એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ મામલાને જોઈ રહ્યા છે. તેના રિપોર્ટ બાદ એન્ટીગુઆ કાર્યવાહી કરશે.
નવી દિલ્હીઃ નકલી એલઓયુ બનાવીને પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઈ દેશ છોડી એન્ટિગુઆમાં સ્થાયી થયેલા મેહુલ ચોકસીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મેહુલ ચોકસી પર ભારતનો ગાળિયો ભીંસાતો જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુઆનામાં ભારતના રાજદૂતે એન્ટીગુઓના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી છે. મેહુલ એન્ટીગુઆમાં છે. એન્ટીગુઆને ચોકસીના પ્રત્યાર્પણની કોપી પણ સીબીઆઈએ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -