PNB કૌભાંડ: કોઈનો પણ ડર રાખ્યા વિના નિરવ મોદીએ વિદેશમાં ખોલ્યા નવા બે સ્ટોર્સ, કઈ જગ્યાએ ખોલ્યા સ્ટોર્સ, જાણો વિગત
પંજાબ નેશન બેંક (પીએનબી)ને 11 હજાર 300 કરોડનું કૌભાંડ આચરનાર અને બીજો ‘માલ્યા’ કહેનાર નિરવ મોદી અમેરિકામાં જલસાથી રહે છે? ટીવી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર તે ન્યૂ યોર્કની સૌથી મોંઘી હોટલમાં જેડ બ્લુ મેરિયટના એસેક્સ હાઉસના બહુ જ મોંઘા શૂટમાં પોતાના પરિવાર સાથે રોકાયો છે. નિરવની પત્ની અમી અમેરિકન નાગરિક છે.
તપાસ એજન્સીઓનું માનવું છે કે, કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઈનકાર કરી શકાય નહીં. અમી મોદીના બોલિવૂડ સાથે ઘણા સારા સંબંધો છે. બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ કરવા માટે મોડલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં અમી મોદીની મોટી ભૂમિકા રહી છે. નીરવ મોદીએ એમીની મદદથી જ બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ થવા રાજી કરી લીધા હતા.
સૂત્રો દ્વારા દાવો કરવામાં આવો રહ્યો છે કે, 11,300 કરોડનાં કૌભાંડનો માસ્ટરમાઈન્ડ નીરવ મોદી નહીં પરંતુ તેની પત્ની અમી મોદી છે. આ સમગ્ર કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડનું કાવતરું રચવાની સાથે સાથે નીરવ મોદીને અમેરિકા ભગાડી જવામાં પણ અમીનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નિરવ મોદી સાથે સંકળાયેલા કૌભાંડ મુદ્દે તપાસ ચાલી રહી છે અને વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાથે દેશમાં અન્ય જેટલી પણ કૌભાંડી કંપનીઓ હોય તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે. આવી શંકાસ્પદ આશરે 200 શેલ કંપનીઓ ઈડી અને આઈટીના રડારમાં છે. દેશભરમાં ઈડીએ આશરે 45 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ હવે મોદી સરકાર સમક્ષ ભાજપના જ નેતાઓ માગણી કરી રહ્યા છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, હજુ સુધી નિરવ મૌદી સાથે સંકળાયેલા કૌભાંડમાં નાણાં મંત્રાલયે કોઈ નિવેદન નથી આપ્યું. આ મામલે નાણાં મંત્રાલય પણ કોઈ નિવેદન આપે, માત્ર ભાજપના પ્રવક્તાઓના નિવેદનોથી કોઈ ફેર પડવાનો નથી. સ્વામીએ માગણી કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે.
સુત્રોના જણાવ્યા અનુસાર નિરવ મોદીએ બે નવા સ્ટોર્સ વિદેશમાં ખોલ્યા છે. આ બન્ને સ્ટોર્સ મકાઉ અને કુઆલાલંપુરમાં ખોલવામાં આવ્યા છે. નિરવ મોદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ તે બાદ તેને ખોલાયા છતાં સરકાર ઉંઘી રહી છે. હાલ સીબીઆઇ દરેક એરપોર્ટના પણ સંપર્કમાં હોવાના દાવા થઈ રહ્યા છે.
આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ પણ નિરવ મોદીએ વિદેશમાં પોતાના બે સ્ટોર્સનું ઉદ્ઘાટન કર્યું છે. છતાં સરકાર કંઈ જ નથી કરી શકી. એક દેશની સરકાર કૌભાંડીને શોધી રહી હોવા છતાં જો નિરવ મોદી આ રીતે વિદેશમાં સ્ટોર્સને ખુલ્લા મુકે છે એના પરથી સાબિત થાય છે કે નિરવ મોદીને કોઈનાથી ડરી રહ્યો નથી.
મુંબઈ: 11,300 કરોડ રૂપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયેલો નિરવ મોદી હવે કેન્દ્ર સરકારથી પણ નથી ડરી રહ્યો તેનું એક ઉદાહરણ સામે આવ્યું હતું. ભારતમાં નિરવ મોદી વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઈ રહી છે અને તેને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ હોવાના દાવા સરકાર કરી રહી છે. જ્યારે બીજી તરફ કૌભાંડી નિરવ મોદી વિદેશમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યો છે.