આ રહ્યો કૌભાંડી નીરવ મોદીનો પરિવાર, કોણ કોણ છે પરિવારમાં, જાણો વિગત
તેમણે કહ્યું કે નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. તે પણ એક જાન્યુઆરીના રોજ ભારત છોડીને જતો રહ્યો. જો કે બંને સાથે ગયા કે પછી અલગ અલગ તે અંગે તપાસ થઈ રહી છે. નિરવની પત્ની અને અમેરિકી નાગરિક એમી પણ 6 જાન્યુઆરીએ રવાના થઈ ગઈ હતી. તેના કાકા તથા ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોક્સી પણ ચાર જાન્યુઆરીના રોજ દેશ છોડીને ભાગી ગયો.
મુંબઈ: અંદાજે 11,300 કરોડનું કૌભાંડ આચરનાર ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીનો પરિવાર ગુજરાતના પાલનપુરનો વતની છે. નીરવના પિતા ઘણાં સમય પહેલાં પરિવાર સાથે બેલ્જિયમમાં સેટલ થઈ ગયા હતાં. નીરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નિરવની પત્ની એમી પાસે અમેરિકી નાગરિકતા છે. પંજાબ નેશનલ બેંક(પીએનબી)માં બુધવારે 14 ફેબ્રુઆરીના રોજ 11,300 કરોડ રૂપિયાના જંગી કૌભાંડનો ખુલાસો થવાથી હડકંપ મચી ગયો છે. ટીવી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર તે ન્યૂ યોર્કની સૌથી મોંઘી હોટલમાં જેડ બ્લુ મેરિયટના એસેક્સ હાઉસના બહુ જ મોંઘા શૂટમાં પોતાના પરિવાર સાથે રોકાયો છે.
સીબીઆઈના અધિકારીઓના જણાવ્યાં મુજબ પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે કૌભાંડને લઈને ચર્ચામાં રહેલો નિરવ મોદી બેંક તરફથી આ મામલે ફરિયાદ મળ્યાના ઘણા દિવસો પહેલા એક જાન્યુઆરીએ જ દેશની બહાર ભાગી ગયો હતો.
દાદા પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતાં. નિરવના પિતા પિયૂષભાઈ હીરાબજારનું કામ કરતા હતાં. પાલનપુરમાં જ નિરવનો જન્મ થયો હતો અને ઢાળવાસની ગલીઓમાં બાળપણ વિત્યું હતું. પરંતુ ત્યારબાદ પિતા બેલ્જિયમના એન્ટવર્પમાં વસી ગયાં હતાં.
આ મકાનની બાજુમાં એક જૂનું મકાન આવેલું છે. આ મકાન પણ તેમનું જ હતું. પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું. વિસ્તારના લોકો તો જોકે આજે પણ તેમને યાદ કરતા કહે છે કે મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતાં.
નિરવ મોદી અભ્યાસ છોડીને મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડમાં કામ કરવા લાગ્યો હતો. મેહુલ ચોક્સી નીરવ મોદીનો મામો છે. નીરવ મોદી અને અમી મોદીને બે પુત્રી અને એક પુત્ર છે. પુત્રી અપાશા મોદી અને અનન્યા મોદી છે જ્યારે પુત્ર રોહન મોદી છે.
અમેરિકાની ધ Wharton Schoolમાં અમી અને નીરવ મોદી સાથે અભ્યાસ કરતાં હતાં. અમી મોદી અભ્યાસ પૂર્ણ કર્યા પછી પતી નીરવ મોદી સાથે બિઝનેસમાં જોડાઈ ગઈ હતી.
અમી મોદી કરોડપતિ ડાયમંડ મરચન્ટ નિરવ મોદીની પત્ની છે. અમી મોદી અમેરિકન નાગરિક છે. અમી મોદીનો જન્મ અમેરિકાના ન્યુ યોર્કમાં થયો હતો.
પંજાબ નેશનલ બેંકમાં કરોડોનું કૌભાંડ આચરનાર નીરવ મોદી મૂળ પાલનપુરનો વતની છે. પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નીરવ મોદીના દાદા મફતલાલ મોદી રહેતા હતાં. જોકે હાલ તે મકાન દુકાનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ પહેલા નીચે દુકાન અને ઉપરના માળે પરિવાર સાથે રહેતા હતાં.