✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘મામા સાથે પોર્ન ફિલ્મ જોવા મજબૂર કરે છે મમ્મી’- સગીરે સંભળાવી વ્યથા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Apr 2018 07:16 AM (IST)
1

પીડિતાના પિતા જ્યારે ઓફિસ જતા રહેતા અને તે સ્કૂલથી આવતી તો માતા તેને ખાવા કે હોમ વર્ક નહોતી કરવા દેતી. એક દિવસ માતા અને મામાએ તેને એટલો બધો માર માર્યો કે તેના હાથ-પગમાં સોજા આવી ગયા અને લોહી વહેવા લાગ્યું. જ્યારે સાંજે તેના પિતા ઘરે આવ્યા તો હોસ્પિટલ લઈને પહોંચ્યા, જ્યાં ડોક્ટર્સે તેની સારવાર કરી.

2

નવી દિલ્હીઃ દેશમાં સતત મહિલાઓ પર અત્યાચારના અહેવાલ સામે આવી રહ્યા છે. અનેક કેસમાં તો પીડિતાને તેના નજીકના સંબંધીઓે જ નુકસાન પહોંચાડ્યું હોય છે. પરંતુ રાજધાની દિલ્હીમાં તાજેતરમાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમને માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે. માતા પર જ તેની દીકરીએ જબરદસ્તીથી પોર્ન ફીલ્મ બતાવવાનો આરોપ લગાવ્યો છે. પીડિત બાળકીનું કહેવું છે કે તેની માતા તેના મામા સાથે બેઠીને આ ફિલ્મ જોવા માટે મજબૂર કરતી હતી. હાલમાં પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે.

3

મીડિયા અહેવાલ અનુસાર, સરકારી હોસ્પિટલમાં કાર્યરત વરિષ્ઠ ડોક્ટર પરિવાર સાથે નોર્થ એવન્યૂમાં રહે છે. પરિવારમાં પત્ની અને દીકરી છે. ડોક્ટરે બીજા લગ્ન કર્યા છે. બીજી પત્ની પણ ડોક્ટર છે. ડોક્ટરની દીકરી પણ પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. દીકરીએ પોલીસને જણાવ્યું કે, તે 2015થી સાવકી માતા સાથે રહે છે, જોકે માતા તેને પસંદ નહોતી કરતી.

4

પિતાએ દીકરીને ઈજાઓ વિશે પૂછતા તેણે આપવીતી સંભળાવી. દીકરીએ જણાવ્યું કે, તેને 30 વર્ષિય સાવકો મામા ઘણીવાર ઘરે આવતો. તેની સાથે માતા પોર્ન ફિલ્મો જોવા માટે મજબૂર કરતી હતી. આમ ન કરતા બંને તેની સાથે મારપીટ કરતા. બંને બાળકીઓને ધમકાવતા અને કોઈને કહીશ તો પપ્પાને નુકશાન પહોંચાડશે તેવી ધમકી આપતા.

5

બાળકી પાછલા ઘણા વર્ષોથી માર ખાઈ રહી હતી. પીડિતાની ફરિયાદ પર પોલીસે આરોપીઓની વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. હાલમાં મામલાની તપાસ કરાઈ રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘મામા સાથે પોર્ન ફિલ્મ જોવા મજબૂર કરે છે મમ્મી’- સગીરે સંભળાવી વ્યથા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.