J&K: આતંકીઓની વધુ એક નાપાક હરકત, ઓરંગઝેબ બાદ કૉન્સ્ટેબલ જાવેદનું અપહરણ કરીને હત્યા કરી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓરંગઝેબ પુંછ જિલ્લામાં રહેતો હતો અને 44 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર)માં પૉસ્ટેડ હતો, શહીદ જવાન આતંકી સમીર ટાઇગરને મારનારી સેનાની ટીમમાં સામેલ હતો. આ વર્ષે 30મી એપ્રિલે સેનાએ હિઝબૂલના કમાન્ડર સમીર ટાઇગરને ઠાર માર્યો હતો.
આ પહેલા 14 જુને ભારતીય સેનાના રાઇફલમેન ઓરંગઝેબને શોપિયા વિસ્તારમાં જ આતંકીઓએ અપહરણ કરીને હત્યા કરી દીધી હતી. તેની મૃતદેહ પુલવામાના ગુસ્સુ ગામમાંથી મળી આવ્યા હતો. આતંકીઓએ ઓરંગઝેબને કિડનેપ કર્યા ત્યારે તે ઇદ મનાવવા પોતાના ઘરે રાજૌરી જઇ રહ્યો હતો.
અધિકારીઓ અનુસાર, કેટલાક બંદૂકધારી હુમલાખોર જાવેદ અહેમદના ઘરમાં ઘૂસ્યા હતા, ત્યાં ના મળ્યો એટલે આતંકીઓ તેને નજીકની મેડિકલની દુકાન પરથી ઉઠાવી ગયા હતા. બાદમાં તેની હત્યા કરીને મૃતદેહને કુલગામમાં ફેંકી દીધો હતો.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં થોડાક દિવસોની ખામોશી બાદ આતંકીઓએ ફરી પોતાનું પોત પ્રકાશ્યુ છે. આતંકીઓએ શોપિયામાં પોલીસકર્મી જાવેદ અહેમદ ડારનું અપહરણ કરીને હત્યા કરી દીધી છે. કૉન્સ્ટેબલ એસએસપીની સાથે તૈનાન હતો, આ પોલીસકર્મીનો મૃતદેહ કુલગામમાંથી મળ્યો છે.
શોપિયામાં વેહલી કાચડોગરા વિસ્તારમાં રહેનારો પોલીસકર્મી જાવેદ અહેમદ ડાર જ્યારે તે પોતાના ઘરની મેડિકલની દુકાનમાં હતો ત્યારે તેને આતંકીઓએ કિડનેપ કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -