ટ્રાફિસ પોલીસે સાઈકલ સવારનો ફાડ્યો મેમો, કારણ જાણીને ચોંકી જશો.....
સોશિયલ મીડિયા પર કાસિમનો વીડિયો અપલોડ થયા બાદ લોકો કાસિમનું સમર્થન કરી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ પોલીસ ચીફે પણ તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ મુજબ આ ઘટનામાં એસઆઈને દોષી માનવામાં આવ્યા છે અને હવે વિભાગ તેની વિરૂદ્ધ પગલા લઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ પર એવો આરોપ પણ લાગ્યો છે કે તેણે કાસિમની સાઈકલમાંથી હવા કાઢી નાખી. સાથે કાસિમને પોલીસે જે મેમોની પહોંચ આપી તેમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર છે તે નંબર પર એક મહિલાના નામે સ્કૂટર રજિસ્ટર્ડ છે.
મીડિયા અહેવાલ અનુસાર, યૂપીના કાસિમ કેરળના કાસરગોડ જિલ્લામાં રહે છે. તે છેલ્લા સપ્તાહે કુમ્બાલા હાઈવે પર સાઈકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ કેરળ પોલીસે તેને અટકાવ્યો અને સ્પીડમાં સાઈકલ ચલાવવા પર તેને 2000 રૂપિયાનો દંડ ભરવા કહ્યું. પરંતુ કાસિમે કહ્યું કે તેની રોજની આવક 400 રૂપિયા છે, તે 2000 રૂપિયા નહીં ભરી શકે. બાદમાં પોલીસે તેની પાસે 500 રૂપિયા દંડ વસૂલ કર્યો.
નવી દિલ્હીઃ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ટ્રાફિસ પોલીસે કોઈ સાઈકલ ચલાવનારનો મેમો ફાડ્યો હોય. જો ન સાંભળ્યું હોય તો કેરળની એક ઘટના વિશે સાંભળીને તમે ચોંકી જશો. અહીં કેરળ પોલીસે સાઈકલ ચાલકને જરૂરત કરતાં વધારે ઝડપથી સાઈકલ ચલાવવા અને હેલમેટ ન પહેરવા પર મેમો ફાડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -