કોંગ્રેસી નેતાના રીસોર્ટમાં રેવ પાર્ટીઃ અર્ધનગ્ન વિદેશી યુવતીઓ, ડ્રગ્સ, દારૂ પકડાયાં, જુઓ અશ્લીલતાનો નાચ તસવીરોમાં
પોલિસ કાર્યવાહી દરમિયાન ડીજે ઓપરેટર અને પાર્ટીમાં સામેલ એક રેસ્ટોરન્ટ સંચાલકની ધરપકડ કરી છે.
કાર્યવાહી બાદ આ રિસોર્ટના માલિક કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર બાબુલાલ દગ્દીનું કહેવું છે કે, તેમણે 3 વર્ષી દેવડા ગામના રહેવાસી જગદીશ ઉબાનાને આ કોન્ટ્રાક્ટ પર આપી રાખ્યો છે. રિસોર્ટનું સંચાલન પણ તે જ કરે છે.
સાંજે 7 કલાક બાદ એસપી ડો. નિતિન દીપ બ્લગ્ગનને આ પાર્ટીની જાણકારી મળી હતી. એસપીએ પુષ્કર પોલિસ અને આઈપીએસ મોનિકા સેનને તાત્કાલીક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા.
જાણકારી અનુસાર રિસોર્ટમાં વિદેશી ટૂરિસ્ટ્સની ડ્રગ્સ પાર્ટી વિશે પુષ્કર પોલિસને બુધવારે સાંજે 7 કલાક સુધી કોઈ જાણકારી ન હતી. જોકે રેવ પાર્ટી ત્યાં બપોરથી જ ચાલી રહી હતી.
રેડ આઈપીએસ અધિકારીની આગેવાનીમાં પાડવામાં આવી હતી. અફરા તફરીની સ્થિતિમાં રિસોર્ટ સંચાલક અને આયોજકે વીજળી બંધ કરી દીધી હતી. તેનો લાભ લઈને કેલાક ટૂરિસ્ટ્સ સામાન લઈને ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
જાણકારી મુજબ અઝરાયલી ટૂરિસ્ટ રિસોર્ટમાં ડીજે મ્યૂઝિક પર અશ્લિલ હરકતો પણ કરતા હતા. ઘણાં ટૂરિસ્ટ્સ નશાની હાલતમાં પડ્યા હતા. બધી જગ્યાએ દારૂ અને અન્ય માદક પદાર્થ પથરાયેલા હતા.
પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે ત્યાં હાજર ઇઝરાયલી મહિલા-પુરુષ ટૂરિસ્ટ્સમાંથી મોટા ભાગના અર્ધનગ્ન અને કોઈને પણ શરમમાં મૂકે તેવી સ્થિતિમાં હતા.
ઉપરાંત ટૂરિસ્ટસ પાસેથી દારૂ અને ડ્રગ્સ માટે તગડી રકમ વસુલવામાં આવી છે. ડ્રગ્સની તપાસ થઈ રહી છે. જોકે શરૂઆતની તપાસમાં જાણવા નથી મળ્યું કે ડ્રગ્સ તરીકે ક્યા ક્યા માદક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પોલિસને ઘટના સ્થળેથી દારૂની બોટલ, ડ્રગ્સ અને પાર્ટીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ડીજે સાઉન્ડ જપ્ત કર્યા છે. આ પાર્ટી માટે આયોજકેએ એક એક ટૂરિસ્ટ પાસથી 500 રૂપિયા ફી તરીકે લીધા હતા.
પુષ્કરઃ શહેરની નજીક રાવતોની ઢાણી સ્થિત પુષ્કરના એક રિસોર્ટમાં વિદેશી ટૂરિસ્ટ રેવ પાર્ટીનો કેસ સામે આવ્યો છે. રેવ પાર્ટી પર પોલીસ દ્વારા રેડ પાવામાં આવી ત્યારે 200થી વધારે ઈઝરાઈલી ટૂરિસ્ટ્સમાં અફરા તફરી મચી ગઈ હતી. ઘણાં લોકો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ પણ રહ્યા હતા. રિસોર્ટ ચલાવનાર અને રેવ પાર્ટીના આયોજક પણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. કહેવાય છે કે, આ રિસોર્ટ કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટરનું છે.