કાળા નાણાને 'સફેદ' કરવાનો રાજકીય પાર્ટીઓનો ધાંસૂ આઇડિયા, ગરીબોને ફરી દિવાળી
માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે આ તમામ રાજ્યોની રાજકીય પાર્ટીઓ પોતાની પાસે રહેલા કેશને ચૂંટણી અગાઉ જ એટલે કે આગામી 50 દિવસો સુધીમાં લોકોમાં વહેચી દેશે. જેથી લોકો જાતે જ આ જૂની નોટોને બેન્કમાં જઇને નવી નોટમાં બદલાવી દેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં સરપંચ અને સંગઠનના પ્રમુખો લોકોમાં પૈસાની વહેચણી કરી રહ્યા છે. જો લોકોને થોડા હજારની રકમ મળે છે તો તેઓ પોતાની રીતે બેન્કમાં જઇને તે જૂની નોટને નવી નોટમાં ફેરવી શકશે.પાર્ટીઓ એવું સમજતી હોય છે કે લોકોને પૈસા આપવાથી તેઓ તેમને જ મતો આપશે. મોદીના માસ્ટરસ્ટ્રોક બાદ રાજકીટ પાર્ટીઓને એડવાન્સમાં નાણા આપ્યા વિના છૂટકો નથી.
રાજનીતિક દુનિયાની એક કડવી સચ્ચાઇ એ પણ છે તે મતદાનના સપ્તાહ અથવા મતદાન થાય તે અગાઉના દિવસે રાજકીય પાર્ટીઓ લોકોમાં પૈસા વહેચી મતો મેળવવાનો પ્રયાસ કરતી હોય છે. પરંતુ આ વખતે તેવું નહીં થાય. કારણ કે આ વખતે 31 ડિસેમ્બર બાદ જૂની 500 અને 1000ની નોટ કચરામાં ફેરવાઇ જશે. ચૂંટણીના મૌસમાં તમામ રાજકીય પાર્ટીઓ માટે કેશની વધારે જરૂર રહેતી હોય છે.
નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદીની સરકાર દ્ધારા 1000 અને 500 રૂપિયાના નોટ બંધ કરી દીધા બાદ રાજકીય પાર્ટીઓમાં હાહાકાર મચી ગયો છે. રાજકીય પાર્ટીમાં સર્જાયેલા ભૂકંપ પાછળ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં ચૂંટણીને માનવામાં આવી રહ્યુ છે. માનવામાં આવે છે કે આ રાજ્યોમાં ‘વોટના બદલામાં નોટ’નું કામ મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ સરળતાથી લોકોને પૈસા આપી શકે તેવી સ્થિતિમાં નહોતી. પરંતુ મોદી સરકાર દ્ધારા મુકાયેલા 500 અને 1000 નોટ પરના પ્રતિબંધનો સામનો કરવા માટે રાજકીય પાર્ટીઓએ જોરદાર માર્ગ શોધી કાઢ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -