SC/ST એક્ટ પર ધમાલ, ખડગેએ કહ્યું વટહુકમ લાવો, રાજનાથ બોલ્યા આ સત્રમાં જ બિલ પાસ કરાવીશું, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, દેશમાં અનુસૂચિત જાતિ(એસસી) માટે 84 લોકસભા સીટ અનામત છે. જોકે અનુસૂચિત જનજાતિ(એસટી) માટે 47 સીટ અનામત છે. 2019 ચૂંટણીને ધ્યાનમાં રાખી સત્તાપક્ષ અને વિપક્ષ તેના પક્ષમાં ઊભા છે. એટલે સરકાર લોકસભા ચૂંટણીથી લગભગ 9 મહિના પહેલા એેસસી-એસટી એક્ટને લઈને લોકસભામાં બિલ રજૂ કરવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભા ચૂંટણીનો લગભગ 9 મહિના જેટલો સમય બચ્યો છે ત્યારે એસસી-એસટી એક્ટ અંગે રાજનીતિ ચાલુ થઇ ગઇ છે. ગઇકાલે લોકસભામાં નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે, અમે સરકારને સુપ્રીમકોર્ટના નિર્ણયને રોકવાની અપીલ કરી હતી. એસસી-એસટી સમુદાયના લોકો પર દેશમાં દર 15 મિનિટે અત્યાચાર થાય છે. સરકાર છ વટહુકમ પણ લાવી છે પણ આ મુદ્દે કોઈ પગલું ભરાયું નથી. સરકાર વટહુકમ લાવી કેમ ન આવી. તેનાથી જાણ થાય છે કે સરકાર આ મુદ્દે ગંભીર નથી.
સરકાર કાલે જ બિલ રજૂ કરે, અમે પાસ કરાવવા તૈયાર છીએ. સરકાર તરફથી તેના પર ગૃહમંત્રી રાજનાથ સિંહે જવાબ આપતાં કહ્યું કે કદાચ તેમને જાણકારી મળી છે કે મોદી કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમકોર્ટના આદેશના તાત્કાલિક બાદ વડાપ્રધાને કહ્યું હતું કે જરૂર પડશે તો તેનાથી આકરો બિલ લાવીશું. આ બિલને સરકાર આ સત્રમાં જ પાસ કરાવશે.
નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટ બિલને લઇને હવે રાજકારણ ગરમ થયું છે. સરકાર અને વિપક્ષ બન્ને આ બિલને લઇને અલગ અલગ મત આપી રહ્યાં છે. ગુરુવારે આ બિલને લઇને સંસદમાં જબરદસ્ત ચર્ચા થઇ. કોંગ્રેસે સરકારને બિલ પર સુ્પ્રીમ કોર્ટના નિર્ણયને રોકવાની અપીલ કરી હતી. જ્યારે સરકારે આ બિલને આ સત્રમાં જ પાસ કરાવવાની વાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -