બીજેપી સાંસદે કોંગ્રેસની ઉડાવી મજાક, પ્રિયંકાને ગણાવી 'તૈમૂર' અને રાહુલને કહ્યું 'રાફૂલ'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂનમે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે, ''તે ફક્ત પોતાની માતાનું જ સાંભળે છે, રાફેલ વિશે વારંવાર બૂમો પાડી રહ્યાં છે, તે ખુદ 'રાફૂલ' છે.''
મુંબઇઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય નેતાઓ વાણી વિલાસ પર ઉતરી આવ્યા છે. બીજેપી નેતા અને સાંસદ પૂનમ મહાજને એક રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પર ટિપ્પણી કરીને મજાક ઉડાવી હતી.
મુંબઇની ઘાટકોપરમાં એક સમારોહ દરમિયાન નામ લીધા વિના પહેલા ગઠબંધન અને શરદ પવાર પર નિશાન સાધ્યુ હતુ. મહાગઠબંધનને મહાઠગબંધન ગણાવ્યુ હતું.
ભારતીયી જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ અને બીજેપી સાંસદ પૂનમ મહાજને કહ્યું કે, આ વખતે મોદી સરકાર બનશે. તેને કોંગ્રેસ પર એટેક કરતાં કહ્યું કે, કોંગ્રેસ તૈમૂર અલીની જેમ પ્રિયંકાની તસવીર પ્રસારિત કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -