✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીની સૌથી મોટી જાહેરાત, કેંદ્રમાં કૉંગ્રેસની સરકાર બનશે તો ગરીબોને આપશું ન્યૂનતમ આવકની ગેરંટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2019 06:55 PM (IST)
1

રાહુલ ગાંધીએ કહ્યું, અમે બે હિંદુસ્તાન નથી માંગતા. એક હિંદુસ્તાન હશે અને આ હિંદુસ્તાનમાં દરેક ગરીબ વ્યક્તિને ન્યૂનતમ વેતન આપવાનું કામ કૉંગ્રેસ પાર્ટીની સરકાર કરશે. આ કામ આજ સુધી દુનિયાની કોઈ પણ સરકારે નથી કર્યું. આ કામ દુનિયામાં સૌથી પહેલા હિંદુસ્તાનની 2019 બાદ કૉંગ્રેસની સરકાર કરવા જઈ રહી છે.

2

રાયપુર: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનતાને પોતાની પાર્ટી સાથે જોડવા માટે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું જો તેમની પાર્ટી સરકારમાં આવશે તો દરેક ગરીબને ન્યૂનતમ વેતનની ગેરંટી સ્કીમ લાવીશું. રાહુલ ગાંધીએ કહ્યું ત્યાં સુધી નવા ભારતનો વિકાસ નહી થઈ શકે જ્યાં સુધી લાખો દેશવાસીઓ ગરીબીમાં રહેશે.

3

રાહુલ ગાંધીએ છત્તીસગઢની રાજધાની રાયપુરના અટલ નગરમાં ખેડૂત આભાર સમ્મેલનને સંબોધન કરતા કહ્યું, અમે નિર્ણય કર્યો છે કે હિંદુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિને 2019 બાદ કૉંગ્રેસ પાર્ટીની સરકાર ન્યૂનતમ વેતન આપશે. તેમણે કહ્યું, હિંદુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિના બેંક ખાતમાં હિંદુસ્તાનની સરકાર ન્યૂનતમ આવક આપવા જઈ રહી છે. જેનો મતલબ છે કે હિંદુસ્તાનમાં કોઈ ભૂખ્યું નહી રહે અને ન કોઈ ગરીબ રહેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાહુલ ગાંધીની સૌથી મોટી જાહેરાત, કેંદ્રમાં કૉંગ્રેસની સરકાર બનશે તો ગરીબોને આપશું ન્યૂનતમ આવકની ગેરંટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.