શું છે PM મોદીની મનપંસદ ડિશ, સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે કર્યો ખુલાસો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપને જણાવી દઈએ કે પીએમ પશ્ચિમ એશિયન દેશોની મુલાકાત પર છે. ચારેય દેશોની મુસાફરીની યાત્રામાં પીએમ આજે ઓમાનમાં છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાનની મુલાકાતમાં તેમણે ભોજન અંગે ઘણું શીખવા મળ્યું છે. તેમણે કહ્યું કે અમે પરાઠા અંગે વાતો કરી રહ્યાં હતા ત્યારે તેમણે મને સરગવામાંથી તૈયાર થતાં પરાઠા અંગે જણાવ્યું હતું. આ સાંભળવામાં થોડુંક રસપ્રદ લાગ્યું અને મેં તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની રસોઈમાં બનાવશે.
સંજીવ કપૂરે કહ્યું કે, નરેન્દ્ર મોદી શાકાહારી ભોજન પસંદ કરે છે અને તેમનું માનવું છે કે બીજા દેશો અને તેની સંસ્કૃતિઓ અંગે શીખવાની સારી રીત છે.
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને કોઈ એલર્જી નથી. આથી તેમનું જમવાનું તૈયાર કરવું ખૂબ જ સરળ હોય છે. પીએમની થાળીમાં ઢોંસા, બીટમાંથી બનેલ કબાબ તથા સરળતાથી તૈયાર થનાર ભારતીય ભોજન દાળ, ભાત મોટાભાગે હોય છે. પરંતુ યુએઈમાં કપૂરે તેમના માટે નવું ભોજન તૈયાર કર્યું હતું.
સંજીવ કપૂરે મોદી માટે ખાવાનું તૈયાર કરવાનું આમંત્રણ યુએઈના ક્રાઉન પ્રિન્સે આપ્યું હતું. સંજીવ કપૂરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી મીન મેખ કરી ખાનારમાંથી નથી અને તેઓ વ્યવસ્થિત ભોજન લે છે.
સંજીવ કપૂરે નરેન્દ્ર મોદી માટે Fava Beanને બનાવી Ful medames તૈયાર કર્યું હતું તો પીએમે તેની સરખામણી પાઉંભાજી સાથે કરી હતી. નરેન્દ્ર મોદીએ ભાતની સાથે Asida નામની ડીશ પણ ટ્રાય કરી હતી જેને મીટ વગર તૈયાર કરાઈ હતી. તેમણે તેની તુલના હલવા સાથે કરી હતી.
યુએઇ વિઝિટ દરમિયાન સંજીવ કપૂરે નરેન્દ્ર મોદી માટે ખાવાનું તૈયાર કર્યું હતું અને ત્યારબાદ તેમણે મોદીના ખાવાની સાથે જોડાયેલ કેટલીક વાતો શેર કરી હતી. સંજીવ કપૂરે નરેન્દ્ર મોદી માટે મેનું તૈયાર કર્યું તે વાનગીઓની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાગે સાદું જ ભોજન લેતાં હોય છે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું છે. જોકે આજે ભારતના પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાવાને લઈ ખાસ વાતો શેર કરી છે. સંજીવ કપૂરે જણાવ્યું હતું કે, મોદી ખાવાના અને ફ્લેવરને લઈ પ્રયોગ કરવાનું પસંદ કરે છે. બસ શાકાહારી જમવાનું હોવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -