ભાજપનું આ પોસ્ટર જોઇ આવી જશે હસવું, ધ્યાનથી જોઇ શોધો ભૂલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2018 01:02 PM (IST)
1
જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રીએ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન ગૌરવ યાત્રા શરૂ કરી છે. આ યાત્રા 58 દિવસ સુધી 165 વિધાનસભા બેઠકમા ફરશે અને છ હજાર કિલોમીટર સુધીની યાત્રા પૂર્ણ કરશે. યાત્રાનો બીજો તબક્કો 16 ઓગસ્ટથી શરૂ થવાનો હતો પરંતુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇના નિધનને પગલે બીજો તબક્કો 24 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો. આ યાત્રા 30 સપ્ટેમ્બરના રોજ પુષ્કરમાં પૂર્ણ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં સિવાના વિધાનસભા બેઠકમાં લગાવવામાં આવેલા આ યાત્રાના કેટલાક પોસ્ટરની તસવીરો વાયરલ થઇ છે જેમાં તારીખ 31 સપ્ટેમ્બર લખવામાં આવી છે. વાસ્તવમાં સપ્ટેમ્બર મહિનામાં 30 જ દિવસ હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -