RSSના કાર્યક્રમમાં જવા પર થયેલા વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ શું કહ્યું? જાણો વિગત
પી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
જણાવી દઈએ કે પ્રવણ મુખરજી આરએસએસના ત્રિતિયા શિક્ષા વર્ગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જઈ રહ્યાં છે.
કેરળ વિધાનસભાના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું છે કે, પ્રવણ મુખર્જીના કાર્યક્રમમાં જવાનો નિર્ણય ધર્મનિરપેક્ષ લોકો માટે એક મોટા ઝટકા સમાન છે. આરએસએસ એક સાંપ્રદાયિક સંગઠન છે અને તે એક હિંદૂ રાષ્ટ્ર બનાવવા માટે કાર્ય કરી રહી છે. જે માત્ર એક વર્ગ માટે છે અને આ કૉંગ્રેસની ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રની વિચારધાર વિરુદ્ધ છે. પૂર્વ રાષ્ટ્રપતિએ નાગપુરના કાર્યક્રમમાં જવાથી બચવું જોઈએ.
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ રાષ્ટ્રીય સ્વંયમસેવક સંઘ(આરએસએસ)ના કાર્યક્રમમાં જવા પર થયેલા વિવાદ પર મૌન તોડ્યું છે. પ્રવણ મુખર્જીએ કહ્યું આ મુદ્દે જે પણ કહેવું છે તે હું 7 જૂને નાગપુરમાં કહીશ. એક ઇન્ટરવ્યૂમાં પ્રવણ મુખર્જીએ કહ્યું કે મને અનેક પ્રકારના પત્ર અને ફોન પણ આવ્યા છે પરંતુ મે કોઈને જવાબ આપ્યો નથી. કૉંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિને આરએસએસના કાર્યક્રમમાં જવાના નિર્ણય પર ફરી વિચાર કરવા કહ્યું છે.
ત્યાં સંઘે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણે સંઘના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંઘના કાર્યક્રતાઓને તેના કાર્યથી પ્રભાવિત થઈને વર્ષ 1963ના ગણતંત્ર દિવસ પરેડમાં આમંત્રિત કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -