કોણે ગણાવ્યા ભગવાન કૃષ્ણને સૌથી મોટા છેડતી કરનાર ? ભાજપે શું આપ્યો જવાબ ?
ટ્વિટમાં પ્રશાંત ભૂષણે કહ્યું કે રોમિયોએ માત્ર એક મહિલાને પ્રેમ કર્યો હતો.જ્યારે કૃષ્ણો તો છેડતી કરવા માટે જ પ્રસિદ્ધ હતા. તો શું આદિત્યનાથમાં હિંમત હોય તો તેમની દેખરેખ હેઠળ ચાલતા દળના સભ્યોને એંટી-કૃષ્ણ સ્ક્વોડ કહેશે?
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં થોડા સમય પહેલા જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હતો. જે પછી યોગી આદિત્યનાથને યુપીના સીએમ બનાવવામાં આવ્યા છે. અને હવે રાજ્યમાં પોલીસે જાતે જ એંટી રોમિયો સ્ક્વોડ શરૂ કરી છે. જે ગર્લ્સ સ્કૂલ અને ગર્લ્સ કોલેજની બહાર તેમજ બજારોમાં ફરે છે. તેમજ પાર્કમાં બેઠેલા કપલ્સને પણ ભગાડે છે. જેની સામે ઘણા લોકોએ વિરોધ કર્યો છે.
પ્રશાંત ભૂષણનું આ ટ્વિટ બાદ ભાજપના પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ તરત પ્રતિક્રિયા આપી હતી. પાત્રાએ ટ્વિટ કર્યુ હતું કે પ્રશાંત ભૂષણને કૃષ્ણને સમજવા માટે ઘણા જન્મ લેવા પડશે. તેઓ કેટલી આસાનીથી રાજકારણમાં લઈ આવ્યા, આ દુખની વાત છે.
નવી દિલ્લી: વરિષ્ઠ વકીલ અને સ્વરાજ ઈંડિયાના સંસ્થાપક પ્રશાંત ભૂષણે એક ટ્વિટ કરીને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની સરકાર પર નિશાન સાધ્યુ છે. યુપીમાં સક્રિય એંટી રોમિયો સ્ક્વોડ પર ટિપ્પણી કરીને તેમણે યોગી સરકારને ઘેરી છે.